For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરપકડનો આદેશ સાંભળતાં જ કોર્ટમાંથી ભાગ્યા મુશર્રફ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 18 એપ્રિલ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ધરપકડના ડરથી કોર્ટમાંથી ફરાર થઇ ગયા હતા. કોર્ટ દ્રારા પરવેઝ મુશર્રફની ધરપકડના આદેશ બાદ તે ઇસ્લામાબાદ હાઇકોર્ટના પરિસરમાંથી ભાગી નિકળ્યા હતા. મુશર્રફ કોર્ટથી નિકળ્યા બાદ સીધા પોતાના ઘરે પહોંચ્યા છે અને તેમને સલાહ-પરામર્શ માટે વકીલોને બોલાવ્યા છે.

આજે જસ્ટિસ શૌકત અજીજે જજોની ધરપકડના મુદ્દે પરવેઝ મુશર્રફની જામીન અરજી નકારી કાઢતાં તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો. પરંતુ ધરપકડ પહેલાં જ પરવેઝ મુશર્રફ કોર્ટના પરિસરમાંથી નાસી છુટ્યા હતા. જામીન નકારી કાઢતાં પોલીસ તેઅમની ધરપકડ કરવા જઇ રહી હતી. પરંતુ પરવેઝ મુશર્રફ પોતાના બોડીગાર્ડ સાથે એક બુલેટ પ્રુફ ગાડીમાં ઘટનાસ્થળેથી ચાલી નિકળ્યા હતા. પરવેઝ મુશર્રફ જાજે સુનાવણી માટે કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને રેજર્સ હાજર હતા.

પરવેઝ મુશર્રફ પર 2009માં જજોને બંધક બનાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તે જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યાં હતા. પરંતુ કોર્ટે જામીન અરજીને રદ કરી દેતાં તેમની ધરપકડના આદેશ આપ્યા હતા. પરવેઝ મુશર્રફે 3 નવેમ્બર 2007માં જજોને નજરબંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ 2009માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

pervez-musharraf

કેટલાક વર્ષો સુધી વિદેશમાં રહ્યાં બાદ પરવેઝ મુશર્રફ ગત પખવાડિયે પાકિસ્તાન પરત ફર્યા હતા. પરત ફર્યા બાદ પરવેઝ મુશર્રફ કોર્ટના ચક્કર કાપી રહ્યાં હતા, અને જામીન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. આ પહેલાં પરવેઝ મુશર્રફને ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાવવામાં આવ્યાં છે. તેમને ચાર જગ્યાએથી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને તાનાશાહ લગભગ 5 વર્ષ બાદ વતન પરત ફર્યા હતા. પાકિસ્તાનમાં 11 મેના રોજ ઐતિહાસિક ચૂંટણી યોજાવવાની છે. પરવેઝ મુશર્રફે પાકિસ્તાન પરત ફર્યાના બે દિવસ પહેલાં જ પરવેઝ મુશર્રફની પાર્ટી પીએમએલક્યૂએ સિંઘ હાઇકોર્ટમાંથી સુરક્ષાત્મક જામીન મેળવ્યા હતા.

ઓગષ્ટ 2008માં રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ પરવેઝ મુશર્રફ બ્રિટેન અને સંયુક્ત અરબ અમીરાતમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં હતા. આતંકવાદ નિરોધી એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની હત્યાના મુદ્દે પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ 2011માં વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ તાલિબાન પ્રવક્તા એહસાનુલ્લહ એહસાને વિડીયો રહૂ કરીને ધમકી આપી હતી કે પરવેઝ મુશર્રફ પરત ફરશે તો આતંકવાદીના મુખ્ય નિશાના પર રહેશે.

English summary
Musharraf whisked away from the Islamabad High Court complex by his bodyguards before police can arrest him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X