દુનિયામાં આઠમો સૌથી ખતરનાક દેશ છે પાકિસ્તાન
વોશિંગ્ટન, 10 ડિસેમ્બર: દુનિયાના સૌથી ખતરનાક દેશોની લિસ્ટમાં ભારતનો કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન આઠમાં સ્થાન પર છે. આ રિપોર્ટ અમેરિકન ઇંટેલીજન્સ થિંક ટેંક તરફથી જારી કરવામાં આવી છે. જેમાં ઇરાકને દુનિયાના સૌથી ખતરનાક દેશ બતાવવામાં આવ્યું છે.
અમેરિકન ઇંટેલીજન્સ એજન્સી ઇંટેલસેંટર તરફથી જારી કરવામાં આવેલા આંકડાઓમાં વધું એક દક્ષિણ એશિયાઇ દેશ અફગાનિસ્તાન (ચોથા સ્થાને)નો પણ સમાવેશ થાય છે જે, લાંબા સમયથી અસ્થિરતા અને આતંક સાથે જજૂમી રહ્યું છે. આ રિપોર્ટ દુનિયાભરના દેશોમાં ખતરાના સ્તરના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ દેશમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન આતંકી હુમલા, વિદ્રોહિયો સાથે લડાઇઓ, માનવ વ્યાપારના કારણે થયેલી હત્યાઓ અને ઘાયલોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

આ સૂચિમાં સૌથી ઓછા અંક મેળવનારા દેશોને ખતરનાક સ્થિતિના દેશ જાહેર કરવામાં આવ્યા. અમેરિકન રિસર્ચ સંસ્થા તરફથી જારી કરવામાં આવેલા આંકડાઓમાં આ ખતરનાક દેશોને એવરેજ 74 પોઇંટ મળ્યા છે, જ્યારે આખી દુનિયાની ટકાવારી 3,313 પોઇંટ છે. આ રિસર્ચની એક ખાસ વાત એ પણ છે કે આમાં ભારતનો ક્યાંય ઉલ્લેખ નથી.












Click it and Unblock the Notifications
