For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન: 18 પ્રયાસો પછી પણ કરાચીના કૂવાઓમાંથી તેલ નીકળ્યું નહિ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને અરબ સાગરમાં ગેસ અને તેલના ભંડારની મોટી આશા હતી. તેઓ માનતા હતા કે અરબ સાગરમાં હાજર તેલ અને ગેસના ભંડાર દેશની આર્થિક સમસ્યાઓ દૂર કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને અરબ સાગરમાં ગેસ અને તેલના ભંડારની મોટી આશા હતી. તેઓ માનતા હતા કે અરબ સાગરમાં હાજર તેલ અને ગેસના ભંડાર દેશની આર્થિક સમસ્યાઓ દૂર કરી શકે છે. પરંતુ દેશ અને વડા પ્રધાનની આશાઓ તે સમયે સમાપ્ત થઈ ગઈ હતી, જયારે 18 માં પ્રયાસ પછી પણ પણ અરબ સાગરમાંથી તેલ અને ગેસનો ભંડાર નીકળ્યો નહિ. હવે કરાંચીમાં એક્સ્પ્લોરેશન મિશને ડ્રિલિંગનું કાર્ય બંધ કરી દીધું. અહીં, દરિયામાં 5500 મીટર સુધી ઊંડા કુવાઓમાં ખોદકામ પછી પણ, હાથમાં કશું ન આવ્યું, અને કૂવા સૂકા જ જોવા મળ્યા.

Pakistan

પ્રયત્ન ચાલુ રાખશે

શનિવારે, સત્તાવાર રીતે ઘોષિત કરવામાં આવ્યું હતું કે કેકરા -1 માં ડ્રિલિંગ કાર્યને બંધ કરવામાં આવ્યું છે કારણ કે અહીં કોઈ પણ પ્રકારનું રિઝર્વ મળ્યું નથી. જિયો ન્યૂઝ દ્વારા જણાવામાં આવ્યું છે કે, ઓપરેટરોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે ડ્રિલિંગ કરશે નહીં. ઓફિશિયલ્સ તરફથી કહેવામાં આવ્યું છે કે 18 વખત પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ ગયો છે. ડ્રિલિંગ પછી દર વખતે, ડેટા પછી પોતાને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યાં છે પરંતુ તેનો કોઈ ફાયદો નથી. આ સંપૂર્ણ પ્રકરણ પછી સરકારની તરફથી પોતાની ઈજ્જત બચાવવા માટે પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. ઈમરાનની સરકારમાં મેરિટાઇમ અફેયર્સ મિનિસ્ટર હૈદર જેદીએ ગલ્ફ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે અત્યાર સુધી તેલ શોધવાના ફક્ત 18 પ્રયાસો કર્યા છે, જ્યારે ભારતને 43 માં પ્રયાસમાં ઓફશોર સફળતા મેળવી હતી, તો લિબિયા 58 માં પ્રયાસે સફળ રહ્યું હતું. બીજી તરફ નોર્વે અને બીજા અન્ય દેશો જ્યાં કોઈને વિશ્વાસ ન હતો કે અહીં પર રિઝર્વ હોઈ શકે છે, તેઓએ પણ ઈ.સ.1954 થી લઈને 1963 સુધી 78 વખત ડ્રિલિંગ કર્યું હતું, અને તે પછી તેઓ સફળ થયા. તેમણે કહ્યું કે સરકારની અપેક્ષાઓ હજુ સુધી પૂરી થઈ નથી અને આગળ પણ વિકલ્પોની શોધ ચાલુ રહેશે.

'એટલું તેલ હશે કે આયાત કરવાની જરૂર નહિ પડે'

પેટ્રોલિયમ બાબતો પર વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સહાયક નદીમ બાબરએ, એક પ્રાઇવેટ સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં એ વાતનું એલાન કર્યું કે કેકેરા -1 માં ઑફશોર ડ્રિલિંગ નિષ્ફળ ગયું છે. અહીં પર તે પરિણામો નથી મળ્યા, જેની અપેક્ષાઓ કરવામાં આવી હતી. પાકિસ્તાનની મોટી અપેક્ષાઓ હતી કે રબ સાગરમાં તેલ અને ગેસનું અનામત મળી શકે છે. કેકરા -1 કુઆ ઈન્ડ્સ જી-બ્લોકમાં છે અને તે જગ્યા કરાચીથી લગભગ 280 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે અને તે ઇરાનની નજીક છે. નિશ્ચિત રીતે ઇમરાન ખાન અને તેમની સરકાર માટે આ એક ખરાબ સમાચાર છે. તેમની સરકારે તેલ અને ગેસના ભંડારની મોટી આશા રાખી હતી. આ વર્ષે માર્ચમાં, ઈમરાને કહ્યું હતું કે પાકિસ્તાનને તેલ આયાત કરવાની જરૂર નથી કારણ કે કરાચી નજીક તેલનો જથ્થો મળી આવ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, ઈમરાન ખાનએ દેશની બાગડોર સંભાળી હતી અને ત્યારથી જ દેશને મોટી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: ડૂબતા પાકિસ્તાનને આ શખ્સનો સહારો, ઈમરાન ખાને રમ્યો છેલ્લો દાવ

English summary
Pakistan and PM Imran Khan's hopes of finding oil and gas in Arabian Sea dashed as the expected oil and gas reserve were not found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X