For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૂબતા પાકિસ્તાનને આ શખ્સનો સહારો, ઈમરાન ખાને રમ્યો છેલ્લો દાવ

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. આતંકવાદના મુદ્દે તેમની ડબલ માનસિકતાને કારણે, તેઓ વૈશ્વિક સ્તર પર તેમને વ્યવસાય મળી રહ્યો નથી.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. આતંકવાદના મુદ્દે તેમની ડબલ માનસિકતાને કારણે, તેઓ વૈશ્વિક સ્તર પર તેમને વ્યવસાય મળી રહ્યો નથી. તે વિશ્વભરમાં અલગ પડતું જઈ રહ્યું છે, તો ત્યાં દેશની અંદર મોંઘવારી ચરમ સીમા પર પહોંચી ગઈ છે. વડાપ્રધાન ઇમરાન ખાન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને બચાવવા માટેનો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. એકવાર ફરીથી, ઇમરાન ખાનએ દેશને બચાવવા માટે નવો દાવ રમ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં દૂધ માટે તરસ્યા લોકો, 1 લીટરની કિંમત 180 રૂપિયા સુધી પહોંચી

આ વ્યક્તિ પાકિસ્તાનને બચાવી શકશે

આ વ્યક્તિ પાકિસ્તાનને બચાવી શકશે

વડાપ્રધાન ઇમરાન ખાનએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે એક દાવ રમ્યો છે. વિશ્વ બેંકના તાજેતરના આંકડા પાકિસ્તાન માટે વધુ આશા નથી આપતા, આવામાં ઇમરાન ખાને નવા અર્થશાસ્ત્રી ડો. રઝા બાકિરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. ઇમરાન ખાનએ રઝા બાકિરને સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાનના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે.

તે વ્યક્તિ કોણ છે

તે વ્યક્તિ કોણ છે

ઇમરાન ખાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) માં કામ કરતા પાકિસ્તાની અર્થશાસ્ત્રી ડૉ. રઝા બાકિરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે અને દેશની અર્થવ્યવસ્થાને બચાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. રઝા બાકિરને સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાન (SBP) ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું કે ઇમરાન ખાનના આ નિર્ણયથી પાકિસ્તાનને આઇએમએફમાંથી રાહત પેકેજ મળી શકે છે. તેમને 3 વર્ષ માટે સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાનના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પડકારોનો સામનો કેવી રીતે કરશે

આ પડકારોનો સામનો કેવી રીતે કરશે

હાર્વર્ડ અને કેલિફોર્નિયાના બર્કલે યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, વર્ષ 2000 થી અત્યાર સુધી આઇએમએફ સાથે સંકળાયેલ ડો. રઝા બાકિર મિસ્રમાં આઇએમએફના વરિષ્ઠ પ્રતિનિધિ છે. ઇમરાન ખાનએ તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમની સામે ઘણા મહત્વપૂર્ણ પડકારો છે. સૌ પ્રથમ, તેમને પાકિસ્તાનની મોંઘવારી પર કાબુ મેળવવો પડશે. પાકિસ્તાન પર દેવાનું ભારણ સતત વધી રહ્યું છે, જેને રોકવુંએ અને તેનો હલ મેળવવો તેમની સામે એક મોટો પડકાર છે. પાકિસ્તાન માટે રાહત પેકેજ લાવવું તે તેમના માટે પડકારરૂપ હશે.

English summary
Imran Khan appoints IMF official for new central bank governor to save Pakistan's broken economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X