For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં દૂધ માટે તરસ્યા લોકો, 1 લીટરની કિંમત 180 રૂપિયા સુધી પહોંચી

પાકિસ્તાનની સમસ્યાઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન તેની છબી સુધારવામાં વ્યસ્ત છે, ત્યારે આંતરિક સ્તરે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની સમસ્યાઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન તેની છબી સુધારવામાં વ્યસ્ત છે, ત્યારે આંતરિક સ્તરે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે. પાકિસ્તાનમાં મોંઘવારી સાતમાં આસમાન પર પહોંચી ગઈ છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ટામેટાંની કિંમત પહેલેથી જ ખુબ વધી રહી છે. હવે દૂધની કિંમત જરૂરિયાત કરતાં વધુ વધી ગઈ છે.

આ પણ વાંચો: ઈન્દિરા ગાંધીએ પાકના ભાગલાનો શ્રેય ક્યારેય નથી લીધો, મોદી જવાનો પર વોટ માંગી રહ્યા છેઃ ગેહલોત

દૂધની બુંદ બુંદ માટે તરસસે પાકિસ્તાન

દૂધની બુંદ બુંદ માટે તરસસે પાકિસ્તાન

પાકિસ્તાનમાં દૂધની કિંમતમાં વધારો થયો છે. કરાંચી ડેરી ફાર્મર્સ એસોસિયેશન દ્વારા દૂધના ભાવમાં એકસાથે 23 રૂપિયાનો વધારો કરી દીધો છે. એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા આ મોટા વધારાને કારણે છૂટક વેચાણમાં દૂધની કિંમત પ્રતિ લિટર 180 રૂપિયા થઈ ગઈ છે. પાકિસ્તાની ધ ડૉન અખબારના અહેવાલ મુજબ, વધતી જતી મોંઘવારીને લીધે વહીવટીતંત્રે દૂધની કિંમત 94 રૂપિયા નક્કી કરી છે, પરંતુ મોટી સંખ્યામાં દૂધ વેચનાર તેને 120 રૂપિયાથી 180 રૂપિયા લિટર દીઠ વેચી રહ્યા છે.

પાકિસ્તાનમાં જીવવું મુશ્કેલ

પાકિસ્તાનમાં જીવવું મુશ્કેલ

પાકિસ્તાનમાં વધતી જતી મોંઘવારીએ લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. શાકભાજી, દૂધ, ફળો વગેરેની કિંમતો ખુબ જ વધી ગઈ છે. સરકાર ખુબ કોશિશ કરી રહી છે, પરંતુ તે મોંઘવારી પર લગામ લગાવવામાં નિષ્ફળ રહી છે. ખાવા -પીવાની વસ્તુઓ પહેલેથી જ ખુબ મોંઘી થઇ રહી હતી અને હવે દૂધજેવી આવશ્યક વસ્તુ પણ વધુ ખર્ચાળ બની રહી છે. રિટેલ માર્કેટમાં દૂધ પ્રતિ લિટરના 180 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. ડેરી એસોસિએશનએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે તેઓએ દૂધના ભાવમાં ઘણી વાર વધારો કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેમની માંગને ન સ્વીકારી, જેના પછી તેમને જાતે જ દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો હતો.

6 વર્ષના ઉચ્ચતમ સ્તર પર મોંઘવારી

6 વર્ષના ઉચ્ચતમ સ્તર પર મોંઘવારી

પાકિસ્તાનમાં, મોંઘવારી 6 વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. માર્ચમાં, મોંઘવારીનો દર 9.41% હતો. નવેમ્બર 2013 પછી આ મોંઘવારીનો દર સૌથી વધુ છે. તેના પર કાબુ મેળવવા માટે, કેન્દ્રીય બેંકે વ્યાજનો દર 10.75% કરી દીધો છે. જો કે, વ્યાજદરમાં વધારો થવાને લીધે, પાકિસ્તાનની કેટલીક કંપનીઓએ તેમના વ્યવસાયને બંધ કરી નાખવાનું શરૂ કર્યું છે. તો પાકિસ્તાન સ્ટેટિસ્ટિક્સ બ્યૂરોના આંકડા અનુસાર, પાકિસ્તાનમાં વધતી જતી મોંઘવારીના કારણે ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 40 લાખ વધારો થશે. 10 લાખથી વધુ લોકો બેરોજગાર થઇ જશે.

English summary
Milk Price in pakistan break all record reached rs 180 per liter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X