તણાવ વચ્ચે પાકિસ્તાને બધી ફ્લાઈટોનું સંચાલન અટકાવ્યુ, કરાંચીમાં બ્લેકઆઉટ
તણાવની સ્થિતિ જોતા પાકિસ્તાન સિવિલ એવિએશન ઑથોરિટી (સીએએ) ના આગામી આદેશ સુધી દેશભરમાં બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો માટે ફ્લાઈટોનું સંચાલન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બનતી જઈ રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં સ્થિત બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાનની હડબડાહટ સામે આવી ગઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર તણાવની સ્થિતિ જોતા પાકિસ્તાન સિવિલ એવિએશન ઑથોરિટી (સીએએ) ના આગામી આદેશ સુધી દેશભરમાં બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો માટે ફ્લાઈટોનું સંચાલન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

કરાંચીમાં બ્લેકઆઉટ
પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાનમાં રાતે ફાઈટર જેટ મંડરાઈ રહ્યુ છે. પાકિસ્તાનના પત્રકારે ટ્વીટ કરીને લખ્યુ કે કરાંચીમાં બધી એસએચઓને રાતે ફરજ પર રહેવાનો આદેશ આપ્યો છે. શહેરમાં ઘણી જગ્યાઓએ વિજળી કાપી દેવામાં આવી છે. કરાંચીમાં ટોટલ બ્લેકઆઉટ છે. વળી, ટ્વીટ કરીને એક પાકિસ્તાની પત્રકારે પાક આર્મી ચીફના હવાલાથી લખ્યુ કે ભારત ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક કરવાની યોજના બનાવી રહ્યુ છે. આ ખતરાને જોતા કરાંચીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે.
ARY News: Pakistan Civil Aviation Authority (CAA) announced complete closure of flight operations for all domestic and international airlines across Pakistan till further orders.
— ANI (@ANI) 27 February 2019
પીએમ મોદીએ આપી સેનાને છૂટ
વળી, પાકિસ્તાનના વલણને જોયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલ, થલ અને વાયુ સેનાના પ્રમુખો સાથે લાંબી મુલાકાત કરી અને પીએમે તેમને નિર્ણયો લેવાની સંપૂર્ણ આઝાદી આપી દીધી છે. વળી, બુધવારે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના ફાઈટર પ્લેન એફ-16ને પાડી દીધુ હતુ. જો કે આ દરમિયાન ભારતીય વાયુસેનાના ગાયબ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાની સેના દ્વારા પકડાઈ ગયા. પાકિસ્તાને અભિનંદનનો વીડિયો પણ જાહેર કર્યો જે અંગે પાકિસ્તાન ટીકાઓથી ઘેરાઈ ગયુ.












Click it and Unblock the Notifications
