• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આતંકવાદીની ધમકીથી ડર્યો પાકિસ્તાનનો પીએમ ઈમરાન, જૈશ પર નિયંત્રણનો ફેસલો રદ કર્યો

|

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સરકાર માટે શઉક્રવારે એક અજીબો-ગરીબ સ્થિતિ પેદા થઈ ગઈ. સરકારે પહેલા એલાન કર્યું હતું કે પંજાબ સરકારે બહાવલપુર સ્થિત જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરને પોતાના કબ્જામાં લઈ લીધું છે. પરંતુ એલાનના એક કલાકમાં જ આ જાણકારીને પ્રેસ ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ અને પીઆઈડીની વેબસાઈટ પરથી ડિલિટ કરી દીધી. પહેલીવાર પાકિસ્તાની સરકારે બહાવલપુરમાં જૈશના સેન્ટરને હેડક્વાર્ટર ગણાવ્યું હતું. આ સ્થળ લાહોરથી 430 કિમીના અંતરે આવેલ છે. 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. સીઆરપીએફ કૉન્વૉય પર થયેલ આ હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.

સરકાર ખુદ કન્ફ્યૂઝનમાં

સરકાર ખુદ કન્ફ્યૂઝનમાં

પાકિસ્તાન સરકારની મીડિયા વિંગ પીઆઈડી તરફથી બે ટ્વીટ કરવામાં આવ્યાં હતાં. આ ટ્વીટમાં મદરસાતુલ સાબિર અને જામા-એ-મસ્જિદ સુભાનાલ્લાહને જૈશ સાથે જોડવામાં નહોતા આવ્યા. આ બંને ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવ્યાં છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બહાવલપુર કૉમ્પ્લેક્સ પૂરી રીતે એક મદરેસા અને જામા મસ્જિદ છે જ્યાં કેટલાય અનાથ અને ગરીબ વિદ્યાર્થીઓને ધાર્મિક અને દુનિયાનું શિક્ષણ આપવામાં આવે છે. સરકાર તરફથી આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી તેમને કૉમ્પ્લેક્સને નિયંત્રણમાં કેમ લેવામાં આવ્યું.

હાફિઝના સંગઠન પર પ્રતિબંધ

હાફિઝના સંગઠન પર પ્રતિબંધ

શરૂઆતના નિવેદનોમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે પીએમ ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલ નેશનલ સિક્યોરિટી કમિટીની મીટિંગ માટે લેવામાં આવેલ ફેસલા બાદ કોમ્પ્લેક્સમાં પોતાનું નિયંત્રણ લીધું હતું. આ મીટિંગમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈંસાનિયત ફાઉન્ડેશન પર ફરીથી પ્રતિબંધ લગાવવાનો ફેસલો પણ લીધો હતો. પાકિસ્તાને વર્ષ 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ જેયૂડીના આફિસેઝને પોતાના નિયંત્રણમાં લીધું હતું. પરંતુ થોડા સમય બાદ આના પર સખ્તી હટાવી લીધી હતી.

અઝહરે ઈમરાનને આપી હતી ધમકી

અઝહરે ઈમરાનને આપી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે જૈશ કમાન્ડર મસૂદ અઝહરે ગુરુવારે ઈમરાન ખાનની સરકારને ધમકી આપી હતી. અઝહરે પોતાની ધમકીમાં કહ્યું હતું કે પુલવામા હુમલા બાદ ભારતના દબાણમાં આવીને તેમની વિરુદ્ધ એક્શન લેવાની વાત પણ વિચારે. અઝહરે પાકિસ્તાની સરકાર અને મીડિયા પર ભારતથી ડરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વાત તેણે જૈશના આતંકીઓને સંબોધિત કરતા કહી હતી. અઝહરે કહ્યું હતું કે પાકિસ્તાન તફથી જેવી રીતે ભારતના પીએમ નરેન્દ્ મોદી તરફથી પુલવામા હુમલા બાદ આવતી ધમકીઓનો જવાબ દેવામાં આવી રહ્યો છે, તે ખરેખ બહુ કમજોર છે. એવું લાગે છે કે પાકિસ્તાન ભારતથી ડરી ગયું છે.

સેના અને ઈમરાને ભારતને ધમકી આપી

સેના અને ઈમરાને ભારતને ધમકી આપી

પુલવામા હુમલા બાદથી જ પાકિસ્તાન પર આતંકવાદ વિરુદ્ધ આકરી કાર્યવાહીનું દબાણ વધારવામાં આવી રહ્યું છે. ભારતે પુલવામા હુમલાનો બદલે લેવાની વાત કહી છે. સાથે જ વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી હુમલાની તપાસમાં આપવામાં આવેલ ઑફર પણ ફગાવી દેવાઈ છે. ત્યારે પહેલાં ઈમરાન ખાન અને પછીં પાકિસ્તાની સેના તરફથી ફરી ભારતને યુદ્ધની ધમકી આપવામાં આવી છે. સિક્યોરિટી કમિટીની બેઠકમાં આ વાત પર ધ્યાન આપવામાં આવ્યું હતું કે સરકારને પુલવામા હુમલાથી કોઈ લેવા-દેવા નથી. સાથે જ પાકિસ્તાની સરકારે કહ્યું હતું કે તેમની સેના ભારતના કોઈપણ જવાબને પોતાની રીતે આપવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર છે.

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા, અર્ધસૈનિક દળની વધુ 100 કંપની તહેનાત

English summary
Pakistan announced that the Punjab government had taken control of a campus in Bahawalpur that is "reportedly the headquarters of Jaesh-e-Mohammad".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more