Pakistan Blast : પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, રાજકીય સભામાં બોમ્બ બ્લાસ્ટને કારણે 39 લોકોના મોત
Pakistan Blast : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારના રોજ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં થયેલા વિસ્ફોટમાં 39 લોકો માર્યા ગયા છે. આ સાથે 123 અન્ય ઘાયલ થયા છે. આ ઘટનામાં 17 લોકોની હાલત ગંભીર છે.
જિયો ન્યૂઝે પોતાના અહેવાલમાં પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, બાજૌર જિલ્લાના ખાર ટેન્સિલમાં ઇસ્લામિક રાજકીય પક્ષની બેઠક ચાલી રહી હતી, ત્યારે વિસ્ફોટ થયો હતો.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના આરોગ્ય પ્રધાન રિયાઝ અનવરે એએફપીને જણાવ્યું હતું કે, હું પુષ્ટિ કરી શકું છું કે, હોસ્પિટલમાં અમારી પાસે 39 મૃતદેહો છે, જેમાં 123 ઘાયલ છે, જેમાં 17 દર્દીઓની હાલત ગંભીર છે.
પાકિસ્તાન આર્મી અને અન્ય દળો ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે અને ઘાયલોને તબીબી સારવાર આપી રહ્યા છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને કાયદા અમલીકરણ એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો છે.
જમાલે ઉમેર્યું હતું કે, ગંભીર દર્દીઓને હેલિકોપ્ટર દ્વારા પેશાવર અને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછી પાંચ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ છે.
થિંક ટેંકના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, છેલ્લા 6 મહિનામાં પાકિસ્તાનમાં થયેલા હુમલાઓમાં લગભગ 450 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 700 લોકો ઘાયલ થયા છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં પરિસ્થિતિ વર્તમાન કરતાં ઘણી સારી હતી અને વર્ષ 2022 ના પ્રથમ છ મહિનામાં 151 આતંકવાદી હુમલાઓમાં 293 લોકોના મોત અને 487 લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાની સુરક્ષા દળોએ પણ આતંકવાદ વિરૂદ્ધ તેમની પ્રતિક્રિયા વધારી હોવાનો દાવો કર્યો છે, પરંતુ સેના આતંકવાદી હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. કારણ કે, તેમને સ્થાનિક લોકોનું સમર્થન મળતું હોય છે.
પાકિસ્તાની સેનાએ 2023ના પ્રથમ છ મહિનામાં સમગ્ર દેશમાં ઓછામાં ઓછા 236 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે 295 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, તેમ છતાં તેના આતંકવાદી હુમલાઓ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા.












Click it and Unblock the Notifications
