For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી વધુ પરમાણુ હથિયાર ધરાવતો પાંચમો દેશ બની જશે પાકિસ્તાનઃ રિપોર્ટ

પાકિસ્તાન દુનિયાનો પાંચમો સૌથી મોટો પરમાણુ હથિયાર ધરાવતો દેશ બનવાની કગાર પર છે

|
Google Oneindia Gujarati News

વિવિધ દેશો પાસે રહેલ પરમાણુ હથિયારની જાણકારી રાખતા સમૂહે તાજેતરમાં જ જાહેર કરેલ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન દુનિયાનો પાંચમો સૌથી મોટો પરમાણુ હથિયાર ધરાવતો દેશ બનવાની કગાર પર છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન પાસે હાલ 140થી 150 પરમાણુ હથિયાર છે અને જો પરમાણુ હથિયારને લઈને પાકિસ્તાનની ગતિ આટલી તેજ રહી 2025 સુધીમાં પાકિસ્તાન પાસે 220થી 250 પરમાણુ હથિયારનો ભંડાર હશે.

પાકિસ્તાન પાસે છે આટલાં પરમાણુ હથિયોર

પાકિસ્તાન પાસે છે આટલાં પરમાણુ હથિયોર

હંસ એમ ક્રિસ્ટનસેન, રોબર્ટ એસ નોરિસ અને જુલિયા ડાયમંડે 'pakistan nuclear forces 2018' નામના પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ 1999માં પાકિસ્તાન પાસે 140થી 150 પરમાણુ હથિયાર હોવાનું આંકલન કર્યું હતું અને દાવો કર્યો હતો કે પાકિસ્તાન 2020 સુધીમાં 60થી 80 પરમાણુ હથિયારોનો વધારો કરશે.

જાણો રિપોર્ટમાં શું કહ્યું

જાણો રિપોર્ટમાં શું કહ્યું

પરંતુ અત્યારના અહેવાલ મુજબ પાકિસ્તાન પાસે 140થી 150 પરમાણુ હથિયાર છે અને 2050 સુધીમાં આ સ્પીડે જ જો પરમાણુ હથિયાર હાંસલ કરતું રહેશે તો તેમની પાસે 220થી 250 પરમાણુ હથિયારનો ખજાનો થઈ જશે. પાકિસ્તાન પરમાણુ બળ 2018ના રિપોર્ટ મુજબ જો આવું થાય છે તો પાકિસ્તાન પરમાણુ હથિયારના મામલે દુનિયાનો પાંચમો સૌથી મોટો પરમાણુ હથિયારવાળો દેશ બની જશે. ઉલ્લેખીય છે કે આ રિપોર્ટના મુખ્ય લેખક ક્રિસ્ટનસેન વૉશિંગ્ટન, ડીસીમાં ફેડરેશન ઑફ અમેરિકન સાઈન્ટિસ્ટની સાથે પરમાણુ સૂચના પરિયોજનાના નિદેશક છે.

પરમાણુ હથિયારોથી સજ્જ મિસાઈલનો વિકાસ

પરમાણુ હથિયારોથી સજ્જ મિસાઈલનો વિકાસ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સતત પોતાના વધુ પરમાણુ હથિયાર, વિકરાળ વિતરણ પ્રણાલી અને વધુ ડિલીવરી સિસ્ટમની સાથે પરમાણુ શસ્ત્રાગારના અને ફિસાઈલ મટિરિયલના ઉત્પાદનના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યું છે. સાથે જ પાકિસ્તાન પરમાણુ હથિયારોથી સજ્જ મિસાઈલના વિકાસ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન રણનીતિના ભાગરૂપે સૈન્ય ખતરાનો સામનો કરવા માટે નવી શૉર્ટ-રેન્જના પરમાણુ સક્ષમ હથિયાર પ્રણાલીને વિકસિત કરી રહ્યું છે.

રિપોર્ટમાં થઈ અતિશયોક્તિ!

રિપોર્ટમાં થઈ અતિશયોક્તિ!

રિપોર્ટ મુજબ એવી અટકળો છે કે હવેથી એક દશકા બાદ 350 પરમાણુ હથિયારો સાથે પાકિસ્તાન સૌથી વધુ હથિયાર ધરાવતો દુનિયાનો ત્રીજા નંબરનો દેશ બની શકે છે. જો કે રિપોર્ટમાં આ વાતમાં અતિશયોક્તિ કરવામાં આવી છે કેમ કે જો આ સિદ્ધિ હાંસલ કરવી હોય તો પાકિસ્તાને પાછલા સમયના વિકાસની સરખામણીએ ત્રણ ગુણા ઝડપે હથિયાર નિર્માણ કરવું પડશે.

દુનિયામાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બન્યો ભારત દુનિયામાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બન્યો ભારત

English summary
pakistan could emerge as 5th country with largest nuclear weapon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X