For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકની આડોડાઇ, યુએનમાં ભાષણ પહેલા ભારત પર લગાવ્યો આરોપ

|
Google Oneindia Gujarati News

ગત ઓગસ્ટે જ્યારથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે એનએસએ સ્તરની વાર્તા કેન્સલ થઇ છે ત્યારે પાકિસ્તાન હચમચાઇ ગયું છે. અને તેણે તેની આ નિરાશાનું પ્રમાણ પણ આપી દીધુ છે યૂનાઇટેડ નેશન્સની 70મી જનરલ એસેમ્બલી પહેલા યૂએનમાં પત્ર લખીને.

આ પત્રમાં પાકે ભારત પર આરોપ વગાવ્યો છે અને એક રીતે આંતરાષ્ટ્રિય સમુદાય તરફથી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો છે. યૂએનમાં પાકના રાજદૂત મલીહા લોધીએ ચોથી અને નવમી સપ્ટેમ્બરે પત્ર લખી ભારતનું ચુંગલી કરી છે.

pakistan

તેમણે ફરિયાદ કરી છે કે ભારત એલઓસી પર દિવાલ બનાવવાની તૈયારીમાં છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત આ દિવાલથી પાક્કી આંતરાષ્ટ્રિય સીમા બનાવવા માંગે છે.

જો કે ભારતે પાકના આ પગલાનો વિરોધ કરતા કહ્યું છે કે યોગ્ય સમયે તે આ અંગે પાકિસ્તાનનું મોઢું બંધ કરશે. ભારતે કહ્યું છે પાકના આ પત્રોમાં હિજબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સઇદ સલાહુદ્દીનના નિવેદનના આધારરૂપે પણ લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રીના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આ વાતનો સ્વીકાર કર્યો છે પાકિસ્તાને ભારતની વિરુદ્ધ બે ચિઠ્ઠીઓ યૂએનમાં લખી છે.

પાક આ પ્રયાસ દ્વારા યૂએનમાં કાશ્મીરનો મુદ્દો છેડવા માગે છે. તો વળી બીજી તરફ વિદેશ પ્રધાન સરતાજ અજીજે પણ તે વાત સાફ કરી છે કે ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ પણ મુલાકાત નથી થાય. જો ભારત કાશ્મીર મામલે ચર્ચા કરવામાં રસ રાખતો હોય તો જ પાકિસ્તાન ભારત જોડે કોઇ પણ પ્રકારની ચર્ચા કરશે.

English summary
Pakistan complains to UN about India's plan of making a wall along LoC. Pak claimed that India wanted to make an International border on LoC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X