Pakistan Economic Crisis : પાકિસ્તાનની વહારે આવ્યું ચીન, આપશે 70 કરોડ ડોલરની લોન

Pakistan Economic Crisis : ચાઇના ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 700 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનને આ અઠવાડિયે આ રકમ મળવાની ધારણા છે. તેનાથી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થશે.

Pakistan Economic Crisis : પાકિસ્તાન વર્તમાન સમયમાં પાકિસ્તાનની આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનને ચીનનો સાથ મળ્યો છે. ચીને પાકિસ્તાનને 70 કરોડ ડોલરની લોન આપવાની મંજૂરી આપી છે.

પાકિસ્તાનના નાણા મંત્રી ઇશાક ડારે બુધવારના રોજ આ અંગે જાણકારી આપી હતી. ચાઇના ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ જાહેરાત પાકિસ્તાનની સંસદમાં નેશનલ એસેમ્બલીને સર્વ સહમતિથી બિલ પસાર થયાના એક દિવસ બાદ કરવામાં આવી છે.

Pakistan Economic Crisis

મની બિલ ટેક્સની આવક વધારવાના હેતુથી લાવવામાં આવ્યું હતું. આર્થિક મદદ અંગે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની વિવિધ શરતોમાં પણ આનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના નાણા મંત્રી ઇશાક ડારે જણાવ્યું હતું કે, ચાઈના ડેવલપમેન્ટ બેંક સાથે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ફંડ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

તેમણે ટ્વિટર પર લખ્યું, ચાઇના ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 700 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનને આ અઠવાડિયે આ રકમ મળવાની ધારણા છે. તેનાથી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થશે.

એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પર ચીનનું સૌથી વધુ દેવું છે. પાકિસ્તાન પરના વર્તમાન દેવાનો 30 ટકા હિસ્સો એકલા ચીનનો છે. આવી સ્થિતિમાં ચીનની નવી લોનને કારણે પાકિસ્તાનની મુશ્કેલી થોડા સમય માટે દૂર થઈ શકે છે. જોકે, થોડા દિવસો બાદ પાકિસ્તાન સામે ફરીથી નોટબંધીનું સંકટ ઉભું થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમણે લાંબા સમય સુધી સુરક્ષિત રહેવા માટે બીજો રસ્તો શોધવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X