Pakistan Election : ઈમરાન ખાનનો દાવ થઈ જશે? ત્રણ જીતેલા સાંસદોએ નવાઝ શરીફને સમર્થન આપ્યુ
પાકિસ્તાનની ચૂંટણીમાં સતત વિવાદો જોવા મળી રહ્યા છે. ઇમરાન ખાન સમર્થિત ઉમેદવારોએ જીક મેળવી હોવા છત્તા અહીં કેટલાક સાંસદોએ નવાઝ શરીફને સમર્થન આપ્યુ હોવાના અહેવાલ છે.
પાકિસ્તાનમાં ચૂંટણીના સંપૂર્ણ પરિણામો હજુ આવ્યા નથી. ચૂંટણી ગુરુવારે હતી અને પાકિસ્તાનના ચૂંટણી કાયદા અનુસાર, ચૂંટણીના પરિણામો એ જ રાતે 2 વાગ્યા સુધીમાં આવી જવા જોઈએ તેવો કાયદો છે.

આ દરમિયાન પાકિસ્તાની મીડિયા અહેવાલો કહે છે કે ઈમરાન ખાનની પાર્ટી સાથે જોડાયેલા ઘણા નવા ચૂંટાયેલા સાંસદો ઈમરાન ખાનને દગો આપીને અલગ-અલગ પક્ષોમાં જોડાઈ શકે છે.
જણાવી દઈએ કે અપક્ષ સાંસદોએ ત્રણ દિવસની અંદર કોઈપણ પાર્ટીમાં જોડાવું પડશે અથવા પોતાનું જૂથ બનાવવું પડશે.
નેશનલ એસેમ્બલીના ત્રણ નવા ચૂંટાયેલા અપક્ષ સાંસદો શનિવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝમાં જોડાયા, સામાન્ય ચૂંટણીના બે દિવસ પછી નવાઝ શરીફની પાર્ટીની બેઠકોની સંખ્યા વધી ગઈ છે.
નવાઝ શરીફની પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરનારા ત્રણ નવા સ્વતંત્ર સાંસદો બેરિસ્ટર અકીલ, રાજા ખુર્રમ નવાઝ અને મિયાં ખાન બુગતી છે, જેમણે સત્તાવાર રીતે PML-Nમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના કારણે નવાઝ શરીફની પાર્ટીની તાકાત વધી રહી છે.
એક વીડિયો સંદેશમાં બેરિસ્ટર અકીલે તેમના મતવિસ્તાર NA-54ના લોકોનો આભાર માન્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ બેઠક ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બંનેમાં નવાઝ શરીફની છે.
પક્ષ પ્રત્યેની તેમની વફાદારીનો પુનરોચ્ચાર કરતા અકીલે તેમની સફળતા નવાઝ શરીફ, શહેબાઝ શરીફ અને મરિયમ નવાઝ સહિત પીએમએલ-એન નેતૃત્વને સમર્પિત કરી. જણાવી દઈએ કે બેરિસ્ટર અકીલ અગાઉ પણ પીએમએલ-એન સાથે સંકળાયેલા છે.
આવી જ રીતે ઇસ્લામાબાદના એનએ-48માંથી નવા ચૂંટાયેલા એમએનએ રાજા ખુર્રમ નવાઝે સમગ્ર મતવિસ્તારના મતદારો અને સમર્થકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને નવાઝ શરીફની પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી.
બલૂચિસ્તાનના સિબી ડિવિઝનમાં NA-253થી જીતેલા અપક્ષ ઉમેદવાર મિયાં ખાન બુગતીએ સત્તાવાર રીતે PML-Nની હરોળમાં જોડાઈ ગયા છે.
આ દરમિયાન પીટીઆઈ સમર્થિત સાંસદો પણ પીએમએલ-એનમાં જોડાયા હોવાના અહેવાલ છે. પીટીઆઈ નેતા જરતાજ ગુલ વિશે ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે ઈમરાન ખાન છોડીને નવાઝ શરીફની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. જોકે, તેણે આવા અહેવાલોને ફગાવી દીધા છે.












Click it and Unblock the Notifications
