For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ચૂંટણીઃ ઈમરાન ખાન કેમ અમેરિકાને આટલી નફરત કરે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કર્યા બાદ ઈમરાન ખાન હવે પોતાના મુલ્કની કમાન સંભાળવાનું સપનુ જોઈ રહ્યા છે. સર્વે મુજબ ઈમરાન ખાનની પાર્ટી સૌથી આગળ જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કર્યા બાદ ઈમરાન ખાન હવે પોતાના મુલ્કની કમાન સંભાળવાનું સપનુ જોઈ રહ્યા છે. સર્વે મુજબ ઈમરાન ખાનની પાર્ટી સૌથી આગળ જોવા મળી રહી છે. ઈમરાન ખાન શરૂઆતથી જ પાકિસ્તાનમાં અમેરિકી સરકારની નીતિઓની વિરુદ્ધમાં રહ્યા છે અને અફઘાનિસ્તાનમાં અમેરિકા સહિત નાટો સેના સામે ઘણી વાર પોતાનો અવાજ ઉઠાવતા રહ્યા છે. પાકિસ્તાની સરકારોને અમેરિકાની કઠપૂતળી ગણાવનાર ઈમરાન ખાને ગયા વર્ષે અમેરિકાને સ્પષ્ટ કહ્યુ હતુ કે હવે અમે તમારી લડાઈઓ નહિ લડીએ. પાકિસ્તાનની ઈકોનોમિને ડિસ્ટ્રોય કરકવા માટે ઈમરાન ખાન અમેરિકાને દોષિત ગણાવતા આવ્યા છે. અફઘાન પોલિસી અંગે પાકિસ્તાનની આંતરિક રાજનીતિમાં અમેરિકી દખલઅંદાજી અંગે ઈમરાન ખાન ઘણી વાર ભડકી ચૂક્યા છે. જો આવનારા દિવસોમાં ઈમરાન ખાન પાકિસ્તાનની કમાન સંભાળે તો પાક-અમેરિકા રિલેશનમાં ઘણી ઉથલપાથલ જોવા મળશે.

યુદ્ધથી માત્ર કટ્ટરપંથી પેદા થશે

યુદ્ધથી માત્ર કટ્ટરપંથી પેદા થશે

બ્રિટિશ ન્યૂઝપેપર ધ ગાર્ડિયનને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાન કહે છે, ‘જ્યારે હું 18 વર્ષની ઉંમરે અહીં આવ્યો (ઈગ્લેન્ડથી અભ્યાસ કરીને) તો મે જોયુ કે કાયદો અને માનવ અધિકારોનું પશ્ચિમી શાસન, દોષી સાબિત ન થવા સુધી નિર્દોષ લોકો સામે અમેરિકીઓનું ઉલ્લંઘન ચાલી રહ્યુ છે.' 2008 માં ઈમરાન ખાને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પત્ર લખીને કહ્યુ હતુ કે તમે અત્યાર સુધી જે યુદ્ધ લડી રહ્યા હતા તે અવાંછિત હતુ. ઈમરાન ખાને લખ્યુ, ‘તમારે બુશના યુદ્ધના માલિક નથી બનવાનું - તમે તેને એમ પણ જીતી શકો છો. આનાથી કટ્ટરપંથી પેદા થઈ રહ્યા છે. તમે જેટલા મારશો તેટલા વધુ કટ્ટરપંથી પેદા કરીશુ.'

અફઘાનિસ્તાનમાં યુદ્ધ નહિ જીતી શકાય

અફઘાનિસ્તાનમાં યુદ્ધ નહિ જીતી શકાય

ઈમરાન ખાન કહે છે, ‘યુદ્ધ કેમ ન જીતી શકાય? સોવિયત સંઙે અફઘાનિસ્તાનમાં દસ લાખથી વધુ લોકોની હત્યા કરી દીધી હતી. જે યુદ્ધ શરૂ થયુ હતુ, તે તેના અંતમાં વધુ ખતરનાક ઢંગથી લડવામાં આવી રહ્યુ હતુ. એટલા માટે સ્પષ્ટ રીતે 15 મિલિયનની વસ્તી 1 મિલિયન લોકોના જીવ લઈ શકે છે અને અફઘાનિસ્તાનમાં લડાઈ ચાલી રહી છે. તેમણે (અમેરિકીઓ) પોતાનો પ્રભાવ બતાવવા ઘણા લોકોને મારી નાખ્યા છે અને જરદારીને એક એવા નપુંસક કઠપૂતળી બનાવ્યા જેના હાથમાં કંઈ આવ્યુ નહિ. અમેરિકીઓને ખબર નથી કે અરબ ક્રાંતિ તાનાશાહો અને કઠપૂતળીના વિરોધમાં હતી. લોકો લોકતંત્ર ઈચ્છે છે એટલા માટે પોતાના માણસો (અમેરિકી સેના) ને ત્યાં લગાવવાનો આ સમગ્ર વિચાર એક તાનાશાહ અને ઉપનિવેશવાદની જેમ લાગે છે. હવે તે કામ નહિ કરે.'

અમેરિકાના પૈસા, અમારી સેના અને અમારા લોકોનો જ ખાત્મો

અમેરિકાના પૈસા, અમારી સેના અને અમારા લોકોનો જ ખાત્મો

ગયા વર્ષે ખાને ટ્વિટ કરીને કહ્યુ હતુ, ‘અમે અફઘાનિસ્તાનમાં બે લડાઈ લડી છે અને એમાં અમે અત્યાર સુધી 70 હજાર લોકો ગુમાવ્યા છે.' ખાનનું માનવુ છે કે અમેરિકાના ચંદ ડોલરોની લાલચમાં આવીને આપણે બીજાની લડાઈઓ ના લડવી જોઈએ. ગાર્ડિયનને આપેલા ઈન્ટરવ્યુમાં ખાન કહે છે, ‘આપણી કઠપૂતળી સરકારો અમેરિકાની મદદ કરીને આપણા દેશને જ નષ્ટ કરતી આવી છે. આપણે મૂળ તો અમેરિકી સેના સાથે પોતાના લોકોને મારવા માટે આપણી સેનાનો જ ઉપયોગ કરી રહ્યા છે. આપણે અમેરિકાથી અલગ થવુ જ પડશે.'

English summary
Pakistan Elections: Why Imran Khan hates America so much
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X