પાયલટ અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાને ભારત સામે રાખી આ મોટી શરત!

પાકિસ્તાને અભિનંદનની મુક્તિ માટે ભારત સરકાર સામે એક મોટી શરત રાખી છે.

ભારત પાકિસ્તાન વચ્ચે બુધવારે થયેલા ઘટનાક્રમ બાદ તણાવ યથાવત છે. હાલમાં ભારત માટે સૌથી મોટી ચિંતા એ છે કે એરફોર્સના વિંગ કમાંડર અભિનંદમ વર્ધમાન પાકિસ્તાની સેનાના કબ્જામાં છે. ભારત મિગના પાયલટ અભિનંદનની મુક્તિની કોશિશો કરી રહ્યુ છે. આ દરમિયાન પાકિસ્તાને અભિનંદનની મુક્તિ માટે ભારત સરકાર સામે એક મોટી શરત રાખી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીનું કહેવુ છે કે તે અભિનંદનને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે પરંતુ આ પહેલા બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય થવી જોઈએ.

હું વિશ્વાસ અપાવુ છુ કે તમારો પાયલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે

હું વિશ્વાસ અપાવુ છુ કે તમારો પાયલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે

શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ, ‘હું ભારત અને ભારતની અવામને એ સંદેશ આપવા ઈચ્છુ છુ કે પાકિસ્તાન એક જવાબદાર દેશ છે, જવાબદાર એરફોર્સ છે. અમે જિનિવા કન્વેન્શનથી વાકેફ છીએ. તેમને હું વિશ્વાસ અપાવવા માંગુ છુ કે તમારા જે પાયલટ છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમની દરેક પ્રકારે સુરક્ષા કરવામાં આવી રહી છે. કુરેશીનું કહેવુ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ સામાન્ય થવા પર જ પાયલટની મુક્તિ પર વિચાર કરવામાં આવી શકે છે.'

અમારે પાયલટ સાથે કોઈ મતભેદ નથી

અમારે પાયલટ સાથે કોઈ મતભેદ નથી

મહેમુદ કુરેશીએ આગળ કહ્યુ, ‘તેમને (પાયલટ અભિનંદન) ને જે પણ સુવિધાઓ જોઈએ તે અમે તેમને આપીશુ. અમારો તેમની સાથે કોઈ મતભેદ નથી. સ્થિતિ સારી થવા પર પાકિસ્તાન કોઈ પણ જરૂરી પગલા ઉઠાવવા માટે તૈયાર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું તમે ભારતીય પાયલટને તરત જ સેફ રિટર્ન કરશો ત્યારે તેમણે કહ્યુ કે પાકિસ્તાન ખુલ્લા દિલથી વિચાર કરી શકે છે. વળી, ભારતે કહ્યુ કે પાકિસ્તાન આ વાતને સુનિશ્ચિત કરે કે વાયુસેનાના પાયલટને કસ્ટડીમાં કોઈ પણ પ્રકારનું નુકશાન નહિ પહોંચાડવામાં આવે. ભારત તેમના સુરક્ષિત અને ત્વરિત પાછા આવવાની આશા કરે છે.'

કાલે પીઓકેમાં ક્રેશ થઈ ગયુ હતુ મિગ-21

કાલે પીઓકેમાં ક્રેશ થઈ ગયુ હતુ મિગ-21

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી જેને સફળતાપૂર્વક ખદેડી દેવામાં આવ્યુ. પાકિસ્તાનના એફ-16 વિમાનનો પીછો કરનારમાં ભારતનું મિગ-21 વિમાન પણ હતુ જેને વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન ઉડાવી રહ્યા હતા. પાક વિમાનનો પીછો કરવાના ચક્કરમાં અભિનંદન પીઓકેમાં ચાલ્યા ગયા હતા. જ્યાં તેમનું મિગ-21 ક્રેશ થઈ ગયુ અને તે પેરાશૂટથી બહાર નીકળી આવ્યા ત્યારબાદ પાક સેનાએ તેમને પકડી લીધા.

પાકિસ્તાનને જિનિવા કન્વેન્શના નિયમો તોડ્યા

પાકિસ્તાનને જિનિવા કન્વેન્શના નિયમો તોડ્યા

ભારતે પાકિસ્તાન સરકાર તરફથી પાયલટ અભિનંદનનો ફોટો અને વીડિયો જાહેર કરવા પર વાંધો દર્શાવ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી જારી કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્ય, ‘વીડિયોમાં ઘાયલ ભારતીય વાયુસેનાના જવાનોને બતાવવા અશોભનીય હતુ અને આ ઈન્ટરનેશનલ હ્યુમન લૉ અને જિનિવા કન્વેન્શનના નિયમોની વિરુદ્ધ છે.' ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે તેની ધરતી પરથી ચલાવવામાં આવી રહેલ આતંકવાદ સામેની કાર્યવાહી માટે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ફરજ અને દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાના બદલે તે ભારત સામે આક્રમક વલણ દાખવી રહ્યુ છે. આ બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પ પર ભારત તરફથી કરવામાં આવેલ હવાઈ હુમલાની એકદમ વિપરીત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X