For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે : મનમોહન સિંહ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 28 સપ્ટેમ્બર : અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મનમોહન સિંહે આ નિવેદન આપ્યું હતું. મનમોહન સિંહના આ નિવેદન બાદ રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે રવિવારે 29 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકની શક્યતાઓ ધૂંધળી થતી દેખાઇ રહી છે.

શુક્રવારે મનમોહન સિંહ અને બરાક ઓબામા વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચે પાંચ વર્ષ પહેલા થયેલા અસૈન્ય પરમાણુ કરારમાં આવી રહેલા અવરોધો પર ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ ઓબામાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ સુધારવા માટે ભારત તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસો માટે મનમોહન સિંહની પ્રસંશા કરી હતી.

manmohan-obama

વ્હાઇટ હાઉસમાં પ્રતિનિધિ મંડળ સ્તરની દ્વિપક્ષીય ચર્ચામાં વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, વિદેશ સચિવ સુજાતા સિંહ અને રાજદૂત નિરુપમા રાવ પણ સામેલ હતા.

ગુરુવારે જમ્મુની નજીક થયેલા બેવડા આતંકવાદી હુમલાને જોતા મનમોહનસિંહને વિશ્વાસ છે કે તેઓ પાકિસ્તાનની જમીન પરથી ભારતની વિરુદ્ધ ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિ પર ભારતની ચિંતાને વ્યક્ત કરવામાં સફળ રહ્યા છે. તેમણે હિંસા માટે જવાબદાર લોકો અને સંગઠનો પર નિયંત્રણ મૂકવા ઇસ્લામાબાદ દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં વેપાર ઉપરાંત અમેરિકાના કડક વીઝા નિયમો અંગે પણ ચર્ચા છઇ હતી. અમેરિકાના કડક વિઝા નિયમોની અસર ભારતના આઇટી પ્રોફેશનલ્સ પર પડી રહી છે.

ઓબામા સાથેની બેઠક બાદ મનમોહન સિંગે આશા વ્યક્ત કરી હતી કે ભારત પાડોશી દેશોને આંતકવાદ ફેલાવવા માટે મળતા હથિયારો મળતા ઓછા થઇ જશે. જો તે તેમણે જણાવ્યું કે તેઓ ન્યુયોર્કમાં નવાઝ શરીફ સાથે મુલાકાત કરશે.

તેમણે જણાવ્યું કે ઓબામા સાથેની મુલાકાતમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત સમગ્ર વિસ્તારની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે. તેમણે ઓબામાને જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદનું ગઢ હોવાથી ભારતે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારત સાથે નવી શરૂઆત કરવા માંગે છે પાકિસ્તાન : નવાઝ શરીફ
ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ સાથે વાતચીત કરતા પહેલા શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે જણાવ્યું કે પાકિસ્તાન ભારત સાથે નવેસરથી વાતચીત કરવા માંગે છે. શરીફે જણાવ્યું કે ભારત સાથે ઉદ્દેશ્યપૂર્ણ વાતચીત કરીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે. ભારત અને પાકિસ્તાન એક બીજાની મદદથી સમૃદ્ધ બની શકે છે. પરસ્પરના સહયોગથી સમગ્ર વિસ્તારને ફાયદો થશે.

English summary
Pakistan is terrorism stronghold : Manmohan Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X