For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNGAમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, લાદેનના સમર્થક ઈમરાનના દેશમાં છે 130 આતંકી

ભારત તરફથી યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (યુએનજીએ)માં રાઈટટુ રિપ્લાયનો ઉપયોગ કરીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સ્પીચનો જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારત તરફથી યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (યુએનજીએ)માં રાઈટટુ રિપ્લાયનો ઉપયોગ કરીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સ્પીચનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયની ફર્સ્ટ સેક્રેટરી વિદિશા મૈત્રા તરફથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ઈમરાને પોતાના પહેલા સંબોધનમાં યુએનના આ મંચથી ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં એક વાર પણ પાકિસ્તાનનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નહોતો.

પાકિસ્તાનને ઝાટક્યુ

પાકિસ્તાનને ઝાટક્યુ

મૈત્રાએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યુ કે શું પાકિસ્તાન આ વાતનો સ્વીકર કરશે કે દુનિયામાં એકલો આ એવો દેશ છે જ્યાંની સરકાર જે યુએન તરફથી અલ કાયદા અને દાએશની પ્રતિબંધ લિસ્ટમાં આવેલા વ્યક્તિને પેન્શન આપે છે. મૈત્રાએ ઈમરાનના ભાષણને સંપૂર્ણપણે જૂઠનુ પોટલુ ગણાવી દીધુ છે. મૈત્રાએ જ્યારે આ વાત કહી તો તેમનો ઈશારો 26/11ના માસ્ટરમાઈન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ તરફ હતો. તેમણે એ પણ કહ્યુ કે ઈમરાને યુએનના મંચનો ખોટો ઉપયોગ કર્યો અને અહીંથી ભારતને યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકી આપી છે.

શું પૂરુ કરશે ઈમરાન પોતાનુ વચન

શું પૂરુ કરશે ઈમરાન પોતાનુ વચન

વિદિશાના શબ્દોમાં, ‘પીએમ ઈમરાન ખાન તરફથી પરમાણુ જોખમ અને આના વિનાશ વિશે જણાવવુ એક અસ્થિરતાની નિશાની છે નહિ કે નેતૃત્વની.' તેમણે કહ્યુ કે, ‘હવે જ્યારે ઈમરાને યુએનના ને આ જોવા માટે પાકિસ્તાન આમંત્રિત કર્યા છે કે ત્યાં કોઈ પણ આતંકી સંગઠન નથી, તેમણે પોતાનુ વચન પૂરુ કરવુ પડશે. ત્યારબાદ વિદિશાએ સવાલ કર્યો કે શું પાકિસ્તાન આ વાતની પુષ્ટિ કરી શકે છે કે આ દેશ 130 એ આતંકીઓ અને 25 એવા આતંકી સંગઠનોનુ ઘર નથી જેને યુએને પોતાની લિસ્ટમાં રાખ્યુ છે?'

આ પણ વાંચોઃ ભત્રીજા અજીત પવારના રાજીનામા પર શું બોલ્યા એનસીપી પ્રમુખ શરદ પવારઆ પણ વાંચોઃ ભત્રીજા અજીત પવારના રાજીનામા પર શું બોલ્યા એનસીપી પ્રમુખ શરદ પવાર

લાદેનના સમર્થક ઈમરાન

લાદેનના સમર્થક ઈમરાન

ફર્સ્ટ સેક્રેટરીએ ઈમરાનને ઝાટકતા કહ્યુ, ‘પીએમ ઈમરાન ખાન નિયાઝી આજના લોકતંત્રના પર્યાય નથી. અમે તમને અનુરોધ કરીએ છે કે તમે પોતાના ઈતિહાસના જ્ઞાનને થોડુ તાજુ કરી લો. એ બિલકુલ ન ભૂલો કે પાકિસ્તાનમાં પોતાના જ લોકો સામે નરસંહારને અંજામ આપવામાં આવી રહ્યો છે. તેમણે એ સવાલ પણ કર્યો કે શું પાકિસ્તન એ વાતથી ઈનકાર કરશે કે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેને 27માંથી20 માનાંકોનુ ઉલ્લંઘન કરવા માટે નોટિસ પર નથી રાખ્યા? સાથે તેમણે ઈમરાનને એ સવાલ પણ પૂછ્યો કે તે ન્યૂયોર્કમાં એ વાતનો ઈનકાર કરી શકશે કે તે ઓસામા બિન લાદેનના ખુલ્લા સમર્થક નથી રહ્યા.

English summary
Pakistan is trying to mainstream terrorists India responds to Imran Khan's speech at UNGA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X