ઠંડુ પડ્યું પાકિસ્તાન, ભારત સાથે વાતચીત કરવા માંગે છે
પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત સાથે સૈન્ય સહયોગ કરી શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકાય છે.
પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત સાથે સૈન્ય સહયોગ કરી શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકાય છે. બ્રિટિશ થિન્ક ટેન્ક રોયલ યુનાઈટ્સ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ એનાલિટિક્સ રિપોર્ટમાં તેના વિશે જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે દોસ્તી વધારવા માટે તૈયાર છે. આ રિપોર્ટ અનુસાર જનરલ કમર જાવેદ બાજવા ઘ્વારા ભારતના મિલિટરી ઓફિસર સંજય વિશ્વરાવ ને પાકિસ્તાન ડે મિલિટરી પરેડમાં શામિલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

તેના બે અઠવાડિયા પછી જનરલ કમર જાવેદ બાજવા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ભારત સાથે શાંતિ અને વાર્તાલાપ ઈચ્છે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કાઉન્ટર ટેરેરિઝમ સામે રશિયામાં ભારત અને પાકિસ્તાન જોઈન્ટ મિલિટરી ઓપેરેશનમાં ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર બનશે જયારે બંને દેશો એકસાથે મિલિટરી ઓપેરશનમાં ભાગ લેશે.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાની આર્મીના ટોપ ઓફિસર અને ખુફિયા એજેન્સી આઈએસઆઈ ડાયરેક્ટર જનરલ અહેમદ ઘ્વારા નક્કી કરવામાં આવ્યું કે પાકિસ્તાને ભારત સાથે વાર્તાલાપ કરવામાં માટે એવી અને ક્યારે કોશિશ કરવી જોઈએ. જનરલ હયાત ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઇસ્લામાબાદ પોતાની રક્ષા કૂટનીતિ મજબૂત કર્યા પછી અમેરિકાના દબાવ વિના ભારત સાથે સંપર્ક કરશે.
રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સ્થિરતા માટે આ એક સારો મોકો હોય શકે છે.












Click it and Unblock the Notifications
