For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનનું ભારત પ્રત્યેનું વલણ બદલાવાની શક્યતા નહીંવત

|
Google Oneindia Gujarati News

pakistan-election
વૉશિંગ્ટન, 14 મે : પાકિસ્તાનની ચૂંટણીઓના પરિણામો બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ભલે સકારાત્મક ભાવના આવી હોય પરંતુ એક પૂર્વ પાકિસ્તાની રાજદ્વારીનું માનવું છે કે નવી દિલ્હી પ્રત્યે ઇસ્લામાબાદના વલણમાં મોટા ફેરફારની શક્યતા નથી.

અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ એ વાત પાકિસ્તાનમાં ચૂંટણી બાદ પરિદ્રશ્યના વિશ્વેષણ બાદ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ઉતાવળમાં ઘણું બધું થશે પરંતુ ભારત પ્રત્યેના વલણમાં કોઇ સ્પષ્ટ બદલાવ નથી.

પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત સમાચારો અનુસાર શરીફે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રિત કર્યા છે. એક પ્રશ્નના જવાબમાં હક્કાનીએ જણાવ્યું કે મને લાગે છે કે નવાઝ શરીફ ભારતની સાથે ઓછામાં ઓછા સામાન્ય સ્તર પર વધારે સારા સંબંધ ઇચ્છે છે. જેમાં ક્રિકેટ મેચ, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પંજાબીઓથી પંજાબીમાં વાત કરવી વગેરેનો સમાવેશ થાય છે.

તેમણે સવાલ કર્યો કે રણનીતિ તરીકે શું નવાઝ એમ કહી શકશે કે કાશ્મીરના મુદ્દાને છોડીને ચલો આગળ વધીએ. મને નથી લાગતું કે આવું થશે. તેઓ કહેશે કે અમારે તેને સૌથી વધારે મહત્વ ધરાવતા દેશ તરીકે કાર્યાન્વિત કરવાની જરૂર છે. પીપીપી અને સેનાએ જે કર્યું તેના કારણે આ મુદ્દો હજી પણ ઉકેલની દિશામાં આગળ વધી શક્યો નથી.

English summary
Pakistan not likely to change approach towards India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X