• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કંગાળ પાકિસ્તાનને આવી ભારતની યાદ

|

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ વિફરેલા પાકિસ્તાનને ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડવું એ આત્મહત્યા કરવા બરાબર સાબિત થયું છે. પાકિસ્તાન હવે પોતાને જ કોસી રહ્યું છે કે શા માટે તેણે ભારત સાથે પોતાના વ્યાપારિક સંબંધો ખતમ કરી દીધા. કંગાળ પાકિસ્તાનને હવે ભારતથી આયાત થનારા સામાનની યાદ આવી છે. હવે ભારતીય વસ્તુઓને બજારમાં વેચાણ પર છૂટ આપવાની અપીલ કરી રહ્યુ છે. ભારતથી આયાત થનારી વસ્તુઓની હવે તેને દરકાર છે.

આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષિય સંબંધોને તોડી નાખવાનું એલાન તો કરી દીધુ પણ અહીં મોંધવારીનો માર ઝેલી રહેલા ત્યાંના લોકો માટે આ નિર્ણયે મુશ્કેલી વધારી દીધી છે. પાકિસ્તાનની અક્કડ તેના પર જ ભારે પડી છે, ત્યાં જીવનરક્ષક દવાઓ અને અન્ય જરૂરી સામાનની તંગી પેદા થઈ છે. માહિતી મળી છે કે પાકિસ્તાનમાં ભારતમાંથી આવનારી જીવન રક્ષક દવાઓની તંગી સર્જાઈ છે. કહેવાય છે કે જીવન રક્ષક દવાઓ, જેની માટે તેઓ ભારતથી કાચા માલની આયાત કરે છે તે બજારથી જલ્દી જ ગાયબ થઈ જશે.

ઈપીએફે ભારતીય સામાનના વિતરણની માંગી પરવાનગી

ઈપીએફે ભારતીય સામાનના વિતરણની માંગી પરવાનગી

પાકિસ્તાનના નિયુક્ત મહાસંઘ(ઈએફપી)એ સરકારને અપીલ કરી છે કે હવાઈમથકો અને બંદરો પર પહેલેથી પહોંચીં ચૂકેલા સામાનોને સ્થાનીય બજારો સુધી પહોંચાડવામાં આવે. ઈએફપીએ સરકારને બંદરો પર પહેલેથી આવેલા ભારતીય સામાનોના વિતરણની પરમિશન આપવા કહ્યુ છે. સમાચાર પત્ર 'ડૉન'નું જણાવવું છે કે ઈપીએફએ પાકિસ્તાન સરકારથી આ અપીલ કરી છે.

ઈએફપીએ અનુરોધ કર્યો છે કે જ્યાં સુધી આયાતના કોઈ અન્ય વિકલ્પની વ્યવસ્થ ન થાય ત્યાં સુધી આ નિયમોમાં ઢીલ આપવામાં આવે, જેથી હવાઈમથકો અને બંદરો પર ભારતથી આવેલા સામાનોને સ્થાનીય બજારો સુધી પહોંચાડવામાં આવે. જેથી ભારતથી આયાત કરેલ એપીઆઈ(સક્રિય દવા સામગ્રી)થી પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જીવન રક્ષક દવાઓની સપ્લાઈ કરી શકે.

ઈમરાન સરકારમાં પાકિસ્તાન વધુ કંગાળ થયુ

ઈમરાન સરકારમાં પાકિસ્તાન વધુ કંગાળ થયુ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ત્યાંની જનતાને નવા પાકિસ્તાનનું સપનું દેખાડી સત્તામાં આવ્યા હતા. જો કે ઈમરાન આ નવા પાકિસ્તાનનું સપનું સાકાર કરી શક્યા નહિં. આ દેશની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી સહિત તમામ નેતા કાશ્મીરના નામ પર રાજકીય રોટલા શેકી રહ્યા છે, જો કે તેલ, ગેસ સહિત રોજીંદી વસ્તુઓના ભાવે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ભારત સાથે સંબંધ તોડવાના નિર્ણય બાદ પાકિસ્તાનમાં વપરાતી અનેક વસ્તુઓ જે ભારતથી જતી હતી તેમાં ખાસ કરીને ટામેટા અને ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.

ફુગાવો વધ્યો

ફુગાવો વધ્યો

પાકિસ્તાનની ઈમરાન સરકારે 18 ઓગસ્ટે એક વર્ષ પૂરું કર્યુ છે. આ વર્ષના કાર્યકાળમાં સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વર્ષ 2011 પછી દેશમાં ફુગાવાના દરમાં વધારો આવ્યો છે. જ્યારે સરકારના અનુમાન પ્રમાણે તેમાં 11 ટકાનો વધારો થવાની શક્યતા દર્શાવામાં આવી છે.

રોટલીની કિંમતમાં 12 રૂપિયાનો વધારો

રોટલીની કિંમતમાં 12 રૂપિયાનો વધારો

એક વર્ષ પહેલા જ્યારે ઈમરાન સરકારમાં આવ્યા ત્યારે રોટી અને નાનની કિંમત 2 રૂપિયાથી વધી 12 રૂપિયા સુધી પહોંચી ગઈ. બ્રેડની કિંમત નવ ગણી વધી ગઈ. ખાંડની કિંમતમાં 12 રૂપિયાનો વધારો આવ્યો જ્યારે ઘી અને તેલ સાથે દાળના ભાવોમાં 100-150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. દૂઘના ભાવમાં અચાનક 30 રૂપિયાનો વધારો થયો છે.

શાકભાજીના ભાવ

શાકભાજીના ભાવ

પાકિસ્તાની મિડિયા રિપોર્ટ પ્રમાણે છેલ્લા દિવસોમાં આદુ 400 રૂપિયા, લસણ 320 રૂપિયા પ્રતિ કિલો વહેંચાઈ રહ્યુ છે. જેના પહેલા ભાવ 320 અને 280 રૂપિયા હતા. તુરિયા 140 રૂપિયા, દૂધી 120, કોબી 80, શિમલા મિર્ચ 120, લીલા મરચા 100 રૂપિયા કિલો વહેંચાઈ રહ્યા છે. 35 રૂપિયા કિલો વહેચાતી ડૂંગળી અને ટામેટા 50 થી 60 રૂપિયા વહેંચાઈ રહ્યા છે. બ્રેડની કિંમત 100 રૂપિયા, ચાર પીસ વાળુ બન 55 રૂપિયા અને રસ્કનું પેકેટ 80 રૂપિયા જ્યારે ખાડની કિંમત 72 રૂપિયા થઈ ગઈ છે.

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટૈટિસ્ટિક તરફથી જારી કરવામાં આવેલ મોઁઘવારીના આંકડા પ્રમાણે પાકિસ્તાનની મોઁઘવારી તમામ રેકોર્ડ તોડી ચૂકી છે. જુલાઈમાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ આધારિત મોંધવારી દર વધીને 10.34 ટકા પહોંચી ગયો છે.

પેટ્રોલ, ડિઝલ, સીએનજી બધુ જ મોંધુ

પેટ્રોલ, ડિઝલ, સીએનજી બધુ જ મોંધુ

પાકિસ્તાનની મિડિયા પ્રમાણે સીએનજી, પીએનજી, પાકિસ્તાની રૂપિયો પડ્યો છે. રોજીંદી વસ્તુઓના ભાવ અને ટેક્સમાં વધારો થયો છે. ઓગસ્ટ 2018માં એક ડૉલરની કિંમત 123 હતી જે હવે વધીને 158 સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલના ભાવ 95.24 રૂપિયાથી વધી 117.84 રૂપિયા જ્યારે ડિઝલ 112.94 રૂપિયા વધી 132 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. જ્યારે ઈમરાન ખાન સરકારમાં આવતા સીએનજીની કિંમત 81.70 રૂપિયા હતી જે વર્તમાનમાં 123 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. સ્ટીલની કિંમતોમાં જબરજસ્ત વધારો ઈમરાનના આવ્યા બાદ થયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તેની કિંમત 103,000 રૂપિયા હતી જે વધીને 120,000 પ્રતિ ટન સુધી પહોંચી ગઈ છે. આજ રીતે સિમેન્ટના ભાવમાં પણ સૌ રૂપિયાનો વધારો થયો છે. આ તમામ વસ્તુઓની કિંમત સ્થિર નથી દિવસેને દિવસે બત્તર થતી જતી પાકિસ્તાનની સ્થિતિમાં તેની કિંમતોમાં વધુ વધારો ઝીંકાશે.

પૂર્વ પત્ની રેહમ ખાનનો દાવોઃ ઈમરાન ખાને પીએમ મોદી સાથે કાશ્મીર પર કરી સિક્રેટ ડીલ

English summary
Pakistan pleading India for good and material
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X