For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાળાના બાળકની જેમ યૂએનજીએમાં નવાજે આલાપ્યો કાશ્મીર રાગ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 27 સપ્ટેમ્બર: જે વાતની આશા હતી તે જ થયું અને શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે યૂનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં કાશ્મીરનો રાગ છેડી દીધો. નવાજે આની સાથે જ ભારત પર પણ ઘણા પ્રકારના આરોપ લગાવ્યા અને જણાવ્યું કે કાશ્મીર બંને દેશોનો એક મહત્વનો મુદ્દો છે.

નવાજ શરીફે યૂએનજીએની સામે કાશ્મીરની જનતાને ન્યાય અપાવવા માટે જનમત સંગ્રહની વકાલત કરી નાખી. નવાજે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર એક મુખ્ય મુદ્દો છે અને આને વધારે સમય સુધી નજરઅંદાજ કરી શકાય નહીં.

પાકિસ્તાન શાંતિની સાથે કાશ્મીર મુદ્દો સુલજાવવાનો પક્ષધર છે. તેની સાથે જ શરીફે ભારત પર વિદેશ સચિવ સ્તરની વાર્તા રદ કરી એક અવસર ગુમાવવાનો પણ આરોપ લગાવ્યો છે.

નવાજ શરીફે ભાષણને સાંભળીને લાગ્યું કે તે બિલ્કુલ કોઇ શાળાના બાળકની જેમ યૂનાઇટેડ નેશન્સના પ્રેસીડેંટ બાન કી મૂનની સામે કાશ્મીરને લઇને ભારતની ફરિયાદ કરી રહ્યા હોય.

nawaz sharif
પાકિસ્તાનના વડાપ્રધાને કાશ્મીરમાં માનવાધિકારોના હનનની વાત કહી અને જણાવ્યું કે કાશ્મીરમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ ચિંતાજન છે. શરીફ અનુસાર કાશ્મીરમાં રહેતા લોકો ખૂબ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

તેમની પાસે મૂલભૂત સુવિધાઓ નથી. શરીફે પાકિસ્તાનને આતંકવાદ પીડિત બતાવતા જણાવ્યું કે પાકિસ્તાન વાતચીત દ્વારા કાશ્મીરનો મુદ્દો ઉકેલવાના પક્ષમાં છે. સાથે જ પડોશીઓની સાથે સારા સંબંધ પણ ઇચ્છે છે.

આની પહેલા શરીફે યૂએનના મહાસચિવ બાન કી મૂનને મળીને જમ્મૂ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પહેલાથી જ આશંકા જાહેર કરવામાં આવી રહી કે પાકિસ્તાન યૂએનમાં આ મુદ્દો ઉઠાવશે.

શરીફે મૂનને જણાવ્યું કે સુરક્ષા પરિષદની સામે કાશ્મીર મુદ્દો લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. તેમણે મહાસચિવ સાથે સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અંતર્ગત આ મામલાના શાંતિપૂર્ણ સમાધાન માટે પગલા ભરવાનો અનુરોધ કર્યો.

વડાપ્રધાન શરીફે મૂનને એ પણ જણાવ્યું કે તેમની સરકાર ભારતની સાથે તમામ વિવાદિત મુદ્દાઓનું સમાધાન વાતચીત દ્વારા કરવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતનો જવાબ વાંચો સ્લાઇડરમાં....

ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-

English summary
Pakistan PM Nawaz Sharif raises Kashmir issue at UNGA and blames India. He also calls Pakistan a terror victim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X