For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા

ઈમરાન ખાને મંગળવારે કહ્યુ કે,જે લોકો આ શપથગ્રહણમાં આવવા પર સિદ્ધુને નિશાન બનાવી રહ્યા છે તેઓ આ ઉપમહાદ્વીપમાં શાંતિની કોશિશોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શાંતિના દૂત ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ શનિવારે ઈસ્લામાબાદમાં ઈમરાનખાનના શપથગ્રહણમાં શામેલ થવા પહોંચ્યા હતા અને તેમના આ પ્રવાસથી ભારતમાં ઘણો વિવાદ થઈ ગયો છે. સિદ્ધુ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરે પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ પરંતુ બંનેએ જવાનો ઈનકાર કરી દીધો હતો. સિદ્ધુ શુક્રવારે અટારી સ્થિત વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોંચ્યા હતા.

શાંતિની કોશિશોને પહોંચાડી રહ્યા છે નુકસાન

શાંતિની કોશિશોને પહોંચાડી રહ્યા છે નુકસાન

ઈમરાન ખાને મંગળવારે કહ્યુ કે, ‘પાકિસ્તાનમાં મારા શપથગ્રહણમાં શામેલ થવા આવવા માટે સિદ્ધુનો આભાર વ્યક્ત કરુ છુ. તેઓ અહીં શાંતિના દૂત બનીને આવ્યા હતા અને તેમને અહીં પાકિસ્તાનના લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો.' ઈમરાને સિદ્ધુના આ પ્રવાસ સાથે જોડાયેલા વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ કે જે લોકો આ શપથગ્રહણમાં આવવા પર સિદ્ધુને નિશાન બનાવી રહ્યા છે તેઓ આ ઉપમહાદ્વીપમાં શાંતિની કોશિશોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઈમરાનની માનીએ તો શાંતિ વિના લોકો વિકાસ ન કરી શકે.

આ પણ વાંચોઃ મંદસૌર ગેંગરેપ મામલે બંને આરોપીઓને ફાંસીની સજાઆ પણ વાંચોઃ મંદસૌર ગેંગરેપ મામલે બંને આરોપીઓને ફાંસીની સજા

શું બન્યુ હતુ શપથગ્રહણમાં

શું બન્યુ હતુ શપથગ્રહણમાં

ઈમરાન ખાનના શપથગ્રહણમાં જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પહોંચ્યા તો તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં હાજર પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ સાથે પહેલા હાથ મીલાવ્યો. થોડી સેકન્ડ વાત કર્યા બાદ સિદ્ધુ અને બાજવા એકબીજાના ગળે મળ્યા. જે સમયે આ બની રહ્યુ હતુ ત્યારે ત્યાં પાકિસ્તાનની સેનાના ઘણા અધિકારીઓ અને બીજા ડિપ્લોમેટ્સ હાજર હતા. બંને વચ્ચે થોડી વાતો પણ થઈ અને બંનેએ હસીને એકબીજાનું સ્વાગત કર્યુ.

આ પણ વાંચોઃ માછલી વેચીને અભ્યાસ કરનારી હનાને પૂર પીડિતો માટે દાન કર્યા દોઢ લાખઆ પણ વાંચોઃ માછલી વેચીને અભ્યાસ કરનારી હનાને પૂર પીડિતો માટે દાન કર્યા દોઢ લાખ

પીઓકેના રાષ્ટ્રપતિની બાજુમાં મળી સિદ્ધુને સીટ

પીઓકેના રાષ્ટ્રપતિની બાજુમાં મળી સિદ્ધુને સીટ

વિવાદ આટલેથી અટક્યો નહોતો અને સિદ્ધુને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના રાષ્ટ્રપતિ સરદાર મસૂદ ખાનની બાજુમાં બેસાડવા પર પણ વિવાદ થયો હતો. વિદેશ નીતિના જાણકારો મુજબ પાક સરકારને સિદ્ધુને વિદેશી મહેમાનો સાથે બેસાડવાના હતા નહિ કે મસૂદ ખાનની બાજુમાં. તેમનું માનવુ છે કે પીઓકે, ભારતનો ભાગ છે અને પાકિસ્તાને તેની પર કબ્જો કર્યો છે. ભારત, પીઓકેને ક્યારેય માન્યતા આપતુ નથી અને આમ કરીને પાકિસ્તાને પ્રોટોકોલનું અપમાન કર્યુ છે. સરદાર મસૂદ ખાન પીઓકેના 27 માં રાષ્ટ્રપતિ છે અને પાકના જાણીતા રાજનેતા પણ છે.

આ પણ વાંચોઃ ગૂગલ સામે યુએસમાં કેસ ફાઈલ, યુઝરની લોકેશન ટ્રેક કરવાનો આરોપઆ પણ વાંચોઃ ગૂગલ સામે યુએસમાં કેસ ફાઈલ, યુઝરની લોકેશન ટ્રેક કરવાનો આરોપ

English summary
Pakistan Prime Minister Imran Khan calls Navjot Singh Sidhu ambassador of peace and said he was given amazing love and affection by people of Pak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X