પાકિસ્તાને જર્મનીમાં આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જર્મનીની મુલાકાતે ગયા છે. અહી તેમણે ફરી પોતાની જમ્મુ-કાશ્મીરની ધૂન ગાવી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓના પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદન પર ભા
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જર્મનીની મુલાકાતે ગયા છે. અહી તેમણે ફરી પોતાની જમ્મુ-કાશ્મીરની ધૂન ગાવી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓના પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદન પર ભારતના વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને ખતમ કરવા માટે ઈમાનદાર સભ્યોએ ભૂમિકા ભજવવી જોઈએ.

પાકિસ્તાનનો જર્મનીમાં કાશ્મીર રાગ
ભારતીય વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે જર્મની અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જર્મની અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે કહ્યું કે વિશ્વના મહત્વપૂર્ણ અને ઈમાનદાર સભ્યોએ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને ખતમ કરવા માટે ભૂમિકા ભજવવી જોઈએ.

ભારતે આપ્યો કરારો જવાબ
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગાચીએ જણાવ્યું હતું કે વૈશ્વિક આતંકવાદને ખતમ કરવા માટે વૈશ્વિક સમુદાયના તમામ ગંભીર સભ્યોની ભૂમિકા અને જવાબદારી છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર દાયકાઓથી આતંકવાદી કાર્યવાહીનો ભોગ બની રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ ચાલુ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે. વિદેશી નાગરિકો પણ આતંકવાદનો ભોગ બન્યા છે. અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ રાષ્ટ્ર આવા જોખમોને ઓળખતું નથી, ત્યારે તે વ્યક્તિગત સ્વાર્થને કારણે શાંતિને અસર કરે છે.

આતંકવાદને ખત્મ કરવા કરે કામ
બાગચીએ કહ્યું કે આવા દેશો આતંકવાદને રોકવાની દિશામાં કોઈ પગલું ભરતા નથી. મંત્રાલયે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને નિશાન બનાવતી વખતે આવા દેશો આતંકવાદનો ભોગ બનેલા લોકો સાથે પણ ઘોર અન્યાય કરે છે.

કાશ્મીરનો મુદ્દો ઉઠાવતુ રહેશે પાકિસ્તાન
યુએન સુરક્ષા પરિષદ અને FATF 26/11ના હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓની સંડોવણીની તપાસ કરી રહી છે, એમ વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. વિદેશ મંત્રાલયનો આ જવાબ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન પર આવ્યો છે, જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. ભુટ્ટોએ બર્લિનમાં તેમના જર્મન સમકક્ષ અન્નાલેના બાર્બોક સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી. બિલાવલે કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે.












Click it and Unblock the Notifications
