For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની અવળચંડાઈ, કુલભૂષણ જાદવને કાઉન્સલ એક્સેસ આપવાની ના પાડી દીધી

પાકિસ્તાનની અવળચંડાઈ, કુલભૂષણ જાદવને કાઉન્સલ એક્સેસ આપવાની ના પાડી દીધી

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને કહ્યું કે તેની જેલમાં બંધ ભારતીય કુલભૂષણ જાદવને હવે બીજું કાઉન્સલર એક્સેસ નહિ મળે. પાકિસ્તાનના વિદેશ વિભાગ તરફથી ગુરુવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. વિદેશ વિભાગના પ્રવક્તા ડૉક્ટર મોહમ્મદ ફેઝલ તરફથી મીડિયાને આ વાતની સૂચના આપવામાં આવી છે. પાકિસ્તાને બે સપ્ટેમ્બરે જાદવને પહેલું કાઉન્સલર એક્સેસ આપ્યું હતું. ભારતના ડેપ્યૂટી હાઈ કમિશનર ગૌરવ આહલૂવાલિયાએ તે સમયે જાદવની મુલાકાત કરી હતી. અઢી કલાક સુધી બંનેની મુલાકાત ચાલી હતી. 17 જુલાઈએ આવેલ ફેસલામાં આઈસીજેએ પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે તેઓ જાદવને કાઉન્સલર એક્સેસ ઉપલબ્ધ કરાવે અને સાથે જ તેમની સજા પર ત્યાં સુધી રોક લગાવી દેવામાં આવી છે જ્યાં સુધી પાકિસ્તાન પોતાના ફેસલાનો રિવ્યૂ ન કરી લે.

kulbhushan jadhav

ત્રણ વર્ષથી ભારત અપીલ કરી રહ્યું છે

એક સપ્ટેમ્બરે પાકિસ્તાને જાદવને કાઉન્સલર એક્સેસ આપવાના મામલામાં જણાવ્યું હતું કે આઈસીજેના ફેસલા અને દેશના નિયમો અંતર્ગત જાદવને સોમવારે કાઉન્સલર એક્સેસ આપવામાં આવશે. ફેઝલે જે ટ્વીટ કર્યું હતું તેમાં લખ્યું હતું કે, 'ભારતના જાસૂસ કુલભૂષણ જાદવને બે સપ્ટેમ્બર 2019ના રોજ કાઉન્સલર એક્સેસ આપવામાં આવે છે જે એક સર્વિંગ ઈન્ડિયન નેવી ઑફિસર અને રૉના ઓપરેટિવ છે. પાકિસ્તાનના કાનૂન, આઈસીજેના ફેસલા અને વિએના સંધિ અંતર્ગત એક્સેસ આપવામાં આવી રહ્યું છે.' ભારત પાછલા ત્રણ વર્ષોથી જાદવના કાઉન્સલર એક્સેસ માટે અપીલ કરી રહ્યું હતું. જે બાદ ભારતે મે 2017માં આઈસીજેમાં તેના માટે ત્યારે અપીલ કરી હતી જ્યારે પાકિસ્તાનની મિલેટ્રી કોર્ટે જાદવને મોતના સજા સંભળાવી દીધી હતી.

માર્ચ 2016માં ધરપકડ થઈ હતી

અગાઉ પાકિસ્તાને બે ઓગસ્ટે જાદવના કાઉન્સલર એક્સેસની પેશકશ કરી હતી. ભારતે આ એક્સેસ માનવાનો ઈનકાર કરી દીધો હતો. જણાવી દઈએ કે પાકિસ્તાને તે સમયે ત્રણ શરતો સાથે જાદવને એક્સેસ આપ્યું હું. ભારતે કહ્યું હતું કે દેખરેખમાં મુલાકાત સંભવ નથી. સાથે જ એમ પણ કહ્યું કે પાકિસ્તાન, જાદવને રોકટોક વિનાનું કાઉન્સલર એક્સેસ ઉપલબ્ધ કરાવે. પાકિસ્તાન ઈચ્છતું હતું કે જે સમયે ભારતના અધિકારી જાદવની મુલાકાત કરે, પાક ઑફિસર્સ ત્યાં હાજર રહે. આની સાથે જ મુલાકાત સીસીટીવી કેમેરાના છાંયડામાં થવી જોઈએ, બિલકુલ એવી રીતે જેવી રીતે જાદવના પરિવાર સાથે થઈ હતી. સૂત્રો મુજબ ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે અને કહ્યું કે જાદવને દર વર્ષે કાઉન્સલર એક્સેસ મળવું જોઈએ અને તે પણ ડરના માહોલ વિના. જાદવની માર્ચ 2016માં પાકિસ્તાને ધરપકડ કરી હતી અને તેમને એપ્રિલ 2017ના રોજ મિલેટ્રી કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આઈસીજેએ કહ્યું હતું કે કાઉન્સલર એક્સેસ જાદવનો મૌલિક અધિકાર છે.

મધ્ય પ્રદેશઃ નાયબ મામલતદારે 25 હજારની લાંચ માંગી તો શખ્સે ભેંસ પકડાવી દીધીમધ્ય પ્રદેશઃ નાયબ મામલતદારે 25 હજારની લાંચ માંગી તો શખ્સે ભેંસ પકડાવી દીધી

English summary
pakistan refuse to give counselor access to kulbhushan jadhav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X