For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને 45 ભારતીય માછીમારોને કર્યા આઝાદ

|
Google Oneindia Gujarati News

mir hazar khan khoso
ઇસ્લામાબાદ, 24 મે : પાકિસ્તાને શુક્રવારે 45 ભારતીય માછીમારોને સદભાવનાના આધારે આઝાદ કરી દીધા છે. સમાચાર એજેન્સી સિન્હુઆ અનુસાર અધિકારીઓએ આ જાણકારી આપી છે.

પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી મીર હજાર ખાન ખોસોએ સજા પૂરી કરી ચૂકેલા ભારતીય માછીમારોને મૂક્ત કરવા માટેનો નિર્ણય ગયા અઠવાડિયા પહેલા કર્યો હતો. અધિકારીયોએ કરાચી જેલથી 45 કેદીઓને આઝાદ કર્યા છે.

તેમણે પૂર્વી લાહોર જવા માટે બસ પકડી લીધી છે, જ્યાંથી તેમને વાઘા બોર્ડર દ્વારા ભારત પરત મોકલવામાં આવશે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયથી માછીમારો ખૂબ જ ખુશ દેખાયા. પાકિસ્તાન અને ભારત, સમુદ્રી સીમા ઓળંગનાર માછીમારોની નિયમિતરીતે ધરપકડ કરે છે. ઘણા દિવસો સુધી ચાલેલી વાતચીત બાદ પણ બંને દેશો સમુદ્રી સીમા પર કોઇ નિર્ણય કરી શક્યા નથી.

વર્તમાનમાં પાકિસ્તાનની જેલમાં 482 ભારતીય કેદી તથા ભારતની જેલમાં 496 પાકિસ્તાની કેદી હાજર છે. ખોસોએ આ આદેશ દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં પણ આ રીતે અત્રેની જેલમાં સજા પૂરી કરી ચૂકેલા પાકિસ્તાની કેદીઓને સદભાવનાના આધારે મૂક્ત કરી દેશે. અધિકારીઓ અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કેદીઓની આઝાદીના સંબંધમાં ભારત સાથે વાતચીત શરૂ કરી છે.

English summary
Pakistan Friday freed 45 India fishermen as a goodwill gesture, officials said. Pakistan caretaker Prime Minister Mir Hazar Khan Khoso decided last week to release the Indian fishermen who have already served their sentence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X