For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નથી મળી અમેરિકા તરફથી કોઇ ચેતવણી, જુઠ્ઠું છે ભારત: પાક

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 20 જાન્યુઆરી: પાકિસ્તાને એ તમામ સમાચારોને ધરમૂડથી નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા પહેલા અમેરિકા તરફથી પાકિસ્તાનને કોઇ ચેતાવણી આપવામાં નથી આવી.

પાકિસ્તાને તેને ભારત તરફથી શરૂ કરવામાં આવેલો એક પ્રપોગેંડા વોર ગણાવ્યું છે. સોમવારે સમાચાર આવ્યા હતા કે અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ઓબામાની યાત્રા દરમિયાન સરહદ પારથી કોઇ હરકત થઇ તો તેનો અંજામ પાકિસ્તાને ભોગવવો પડશે.

પાકિસ્તાનના ન્યૂઝપેપર ધ ડૉને અમેરિકામાં પાક રાજદૂત જલીલ અબ્બાસના હવાલાથી સમાચાર છાપ્યા છે કે ભારતીય મીડિયાની આદત છે કે તેઓ વસ્તુઓને તોડી-મરોડીને જણાવે છે. જ્યારે વાસ્તવિકતા કંઇક બીજી જ હોય છે.

nawaz sharif
તેમણે જણાવ્યું કે અમેરિકા તરફથી પાકિસ્તાનને ચેતાવણી સાથે જોડાયેલ જે પણ સમાચાર આવ્યા છે તે સંપૂર્ણ રીતે નિરાધાર છે. અબ્બાસની માનીએ તો તેનાથી ઉલટું અમેરિકાના વિદેશ સચિવ જ્હોન કેરીએ પાકિસ્તાનના એ પ્રયાસોની ખુલીને સરાહના કરી છે જેનાથી આતંકવાદ અને ચરમપંથને રોકવા માટે કર્યા છે.

અબ્બાસે જણાવ્યું કે પાક તરફથી નોર્થ વજિરિસ્તાનમાં પાક સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે અને આ જ રીતે કાર્યવાહી દેશના અન્ય ભાગોમાં પણ જારી છે જેમાં આતંકવાદીઓની વિરુદ્ધ સખત પગલા ભરવામાં આવી રહ્યા છે.

ડૉને ભારતીય ન્યૂઝ પીટીઆઇનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેણે વોશિંગ્ટનથી રિપોર્ટ આપ્યા હતા કે અમેરિકાએ પાકિસ્તાનને ઓબામા પ્રવાસ પર કોઇ પણ પ્રકારની આતંકી કાર્યવાહી પર સખત અંજામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.

ત્યારબાદ પીટીઆઇના હવાલાથી આ સમાચાર આવ્યા કે પાકિસ્તાને અમેરિકાને વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ પ્રકારના આતંકી હુમલાને પાકિસ્તાન તરફથી કોઇ અંજામ નહીં આપવામાં આવે.

English summary
Pakistan says India is lying no warning has been given by US ahead of Obama visit. Pak ambassador to US has come forward and issues a statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X