For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હુર્રિયતના નેતાઓ સાથે મુલાકાત કરી પાક.એ બગાડી વાત: સુષમા

|
Google Oneindia Gujarati News

sushma swaraj
ન્યૂયોર્ક, 26 સપ્ટેમ્બર: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું કે ગયા મહીને ઇસ્લામાબાદમાં ભારત-પાકિસ્તાનના વિદેશ સચિવોની નિર્ધારિત મુલાકાતથી કેટલાંક દિવસ પહેલા હુર્રિયત નેતાઓની સાથે વાતચીત કરીને પાકિસ્તાને વાર્તા પર પાણી ફેરવી દીધું હતું.

સુષમા સ્વરાજે ન્યૂયોર્કમાં જારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રથી અલગ ઇબ્સા(આઇબીએસએ)ના વિદેશ મંત્રિઓની સાથે પોતાની મુલાકાત બાદ ભારતીય પત્રકારોને જણાવ્યું કે 'નવી સરકારે એક નવો સંકેત આપ્યો છે, માટે પાકિસ્તાને વાર્તા પર પાણી ફેરવી દીધું અને આખો ખેલ બગાડી દીધો. '

વિદેશ મંત્રીથી પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ મામલાના સલાહકાર સરતાજ અજીજના આ કથિત વક્તવ્ય પર ટિપ્પણી કરવા માટે કહેવામાં આવ્યું છે કે બંને દેશોની વચ્ચે વાતચીત ત્યારે જ થઇ શકે છે, જ્યારે નવી દિલ્હી પહેલ કરે, કારણ કે ભારતે જ 25 ઓગષ્ટના રોજ યોજાનારી વાર્તા રદ્દ કરી હતી.

સુષમાએ તેનો વળતો જવાબ આપતા જણાવ્યું કે 'પહેલા અને બીજાનો સવાલ નથી. જ્યાં સુધી અમારી પ્રતિક્રિયાનો સંબંધ છે, તો અમે વારંવાર કહ્યું છે કે કોઇ પ્રતિક્રિયા આવવાની છે, તો આ જ સમયે આવે. અમારી તરફથી પહેલ કરવામાં આવી હતી.'

English summary
External affairs minister Sushma Swaraj on Friday said Pakistan "spoiled the talks" by talking to Hurriyat leaders just ahead of foreign secretaries of the two nations were scheduled to meet in Islamabad last month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X