ભષ્ટ્રાચાર મામલે નવાઝ શરીફ દોષી, SCએ કહ્યું આપો રાજીનામું

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પનામા પેપપમાં બહાર આવ્યું હતું. તે પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાંચ જજની એક બેંચ બનાવીને આ અંગે કેસ ચલાવ્યો હતો. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને દોષી જાહેર કર્યા છે. સાથે જ કોર્ટે તેમને આ પદ માટે લાયક ન હોવાનું પણ જણાવ્યું છે. વધુમાં નવાઝ સાથે પાકિસ્તાનના નાણાં પ્રધાન ઇશાક દારને પણ સુપ્રીમ કોર્ટે દોષી જાહેર કરી, તેમના પદ માટે અયોગ્ય વ્યક્તિ કરાર કર્યા છે.

Nawaz Sharif

ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ અને તેમના પરિવાર વિષે આ કેસમાં નામ બહાર આવતા આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાલ તો નવાઝ શરીફ અને અન્ય દોષીઓને દોષી જાહેર કર્યા છે. જ્યારે 21 જુલાઇના રોજ તેમના આરોપીની સજા તેમને સંભળાવવામાં આવશે. વધુમાં નવાઝ શરીફ પર મની લોન્ડ્રિંગનો પણ કેસ ચાલે છે. કહેવામાં આવ્યું છે કે 1990માં તેમણે મની લોન્ડ્રિંગ કરીને લંડનમાં સંપત્તિ ખરીદી હતી. પનામા પેપર લીક મામલે તેવો દાવો કરવામાં આવ્યો હતો કે આ સંપત્તિ નવાઝ શરીફના બાળકોના નામની કંપની દ્વારા ખરીદવામાં આવી હતી.

English summary
Pakistan Supreme Court declares Nawaz Sharif culprit in Panama case.Read here more.
Please Wait while comments are loading...