પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાન વિરૂદ્ધ કાર્યવાહી ગેરકાનુની ગણાવી, તાત્કાલિક છોડવા આદેશ

પાકિસ્તાનના પુર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામાનો માહોલ છે. આ હંગામા વચ્ચે હવે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને તાત્કાલિક છોડવા આદેશ કર્યો છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. NAB દ્વારા કરાયેલી કાર્યવાહીને કોર્ટે ગેરકાયદેસર ગણાવી છે અને ઈમરાન ખાનને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવા આદેશ કર્યો છે.

Imran Khan

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને NAB માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર કોર્ટે શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે.

ગુરુવારે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને મોટી રાહત આપતા ધરપકડને જ ગેરકાયદેસર જાહેર કરી છે. હવે કોર્ટે ફરી એકવાર ઈમરાન ખાનને તેમનો કેસ રજૂ કરવા માટે સમન કર્યુ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે NABની કાર્યવાહી ગેરકાયદેસર છે અને ઈમરાન ખાનને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ બાદ ઈમરાન ખાન સુપ્રીમ કોર્ટ ગયા હતા. અહીં તેમને અરજીમાં ધરપકડને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરી હતી.

ઈમરાન ખાને કોર્ટને અરજીમાં કહ્યું હતું કે, એક મામલાની સામાન્ય પુછપરછને તપાસમાં ફેરવી દેવામાં આવી અને બાદમાં NABની નોટિસ જારી કરાઈ. તેમ છતાં તેઓ તેના વિશે જાણતા ન હતા. અહેવાલો અનુસાર, ઈમરાન ખાને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેમના જીવને ખતરો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X