Pakistan Taliban War : પાકિસ્તાન પર તાલિબાનના હુમલામાં 19 પાકિસ્તાની સૈનિકોના મોત, જાણો સ્થિતી કેટલી ગંભીર?

Pakistan Taliban War : અફઘાનિસ્તાન પર સંપુર્ણ રીતે કબ્જો કર્યા બાદ હવે તાલિબાનોએ પાકિસ્તાન તરફ તેના કદમ આગળ વધાર્યા છે.

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ઘટનાક્રમ વચ્ચે તાલિબાનોએ પાકિસ્તાનની ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે. આ હુમલામાં 19 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે.

Pakistan Taliban War

અહેવાલો અનુસાર, તાલિબાનીઓએ પાકિસ્તાનમાં કેટલાક લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની વિમાનોએ અફઘાનિસ્તાનમાં હવાઈ બોમ્બમારો કર્યા બાદ આ હુમલો થયો છે.

જણાવી દઈએ કે, પહેલા બંને દેશો ગાઢ મિત્રો હતા પરંતુ હવે સૈન્ય અથડામણ શરૂ થઈ છે. રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય અનુસાર, પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનની સરહદ પર સ્થિત ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં ભીષણ લડાઈ ચાલી રહી છે.

અફઘાન સરહદ દળોએ ખોસ્ત પ્રાંતના અલી શિર જિલ્લામાં અનેક પાકિસ્તાની સૈન્ય ચોકીઓને આગ લગાવી છે. પક્તિકા પ્રાંતના દંડ એ પાટણ જિલ્લામાં બે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર કબજો કર્યો છે.

સમાચારો એવા પણ છે કે, પાકિસ્તાની સૈનિકોએ દંડ-એ-પાટણ જિલ્લામાં મોર્ટાર છોડ્યા હતા, જેના કારણે ત્રણ અફઘાન નાગરિકોના મોત થયા છે. આ અથડામણ પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ થઈ. આ હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 51 લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હાલના તણાવનું મુખ્ય કારણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન છે. TTP પાકિસ્તાનના સૈન્ય દળો અને સરકાર વિરુદ્ધ આતંકવાદી અભિયાન ચલાવી રહ્યું છે અને પાકિસ્તાનની સરકારને હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર, TTP અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનોનો ઉપયોગ કરે છે અને પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાન સરકાર TTPને આશ્રય આપે છે, જો કે તાલિબાનોએ આ આરોપને નકાર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X