For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

338 ભારતીય કેદિયોને મુક્ત કરશે પાકિસ્તાન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 ઑગસ્ટ : પાકિસ્તાન 8 બાળકો સહિત 338 ભારતીય કેદિયોને મુક્ત કરવાની જાહેરાત કરી છે. આ તમામ લોકોને શનિવારે વાઘા-અટારી બોર્ડર પર પહોંચવાની આશા છે.

ભારત-પાકિસ્તાન શાંતિ કાર્યકર્તા જતિન દેસાઇએ પાકિસ્તાનના લીગલ એડ ઓફિસના પ્રતિનિધિ રિઝવાનુલ્લા જમીલ તરફથી એક પત્ર મેળવ્યો છે. દેસાઇએ બુધવારે જણાવ્યું કે કરાચીની બે જેલમાંથી ભારતીય કેદીઓ શુક્રવારે મુક્ત કરવામાં આવશે અને લાહૌરની વાઘા અને અમૃતસરની અટારી બોર્ડર સુધી આઠ વિશેષ બસોમાં પહોંચાડવામાં આવશે.

pakistan
જમીલે જણાવ્યું કે ભારતીય વિદેશ મંત્રીની યાત્રા દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રી સદ્ભાવના વધારવા માટે જે ઉપાયોની જાહેરાત કરી હતી, એ ઉપરાંત જ આ કેદીયોને મુક્ત કરવામાં આવશે. સરકારી આંકડાઓ અનુસાર ભારતના 427 માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ભારતીય કેદીઓને મુક્ત કરવાના સમાચાર એવા વખતે આવી રહ્યા છે, જ્યાં એકતરફ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવભર્યું વાતાવર્ણ છે. છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ નવાઝ શરીફ દ્વારા શાંતિ અને ભાઇચારાની શીખામણ આપવામાં આવી રહી છે. આ પરથી પાકિસ્તાનના બેવડા વલણને સમજી શકાય છે.

English summary
Pakistan will free to 338 indian prison from jail on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X