પાકિસ્તાન: પુત્રના મોહમાં 55 વર્ષના આધેડે 20 વર્ષની યુવતીની કરી ખરીદી!

લાહોર, 26 ઑગસ્ટ: કહેવાય છે કે પુત્ર પ્રાપ્તિની ઝંખનામાં માણસ મોટામોટો ગૂનો આચરવામાં પણ ખચકાતો નથી. ક્યારેક ક્યારેક તે એવા કામો કરી બેસે છે જેને સાંભળીને રુંવાડા ઉભા થઇ જાય. હંમેશા પુત્રની ચાહતમાં લોકો આશ્ચર્યજનક પરંતુ ભયાનક ગૂનાઓ કરી બેસે છે.

પાકિસ્તાનમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક 55 વર્ષના આધેડે પુત્ર પ્રાપ્તિ માટેની ચાહતમાં માત્ર 20 વર્ષની યુવતીની ખરીદી કરી છે. આ મામલો લાહોરનો છે. જ્યાં 55 વર્ષના મોહમ્મદ અલીએ પુત્ર મેળવવા માટે બે વખત લગ્ન કર્યા પરંતુ તેને પુત્ર મેળવવામાં સફળતા મળી નહી. માટે તે માણસોની લે-વેચ થતી મંડીમાં જઇ પહોંચ્યો.

pakistan
આ આધેડે લાહોરની પાસે મામૂ કંજનથી 1 લાખ 20 હજાર રોકડા આપીને 20 વર્ષની યુવતીને ખરીદી લીધી અને તેને પોતાના ઘરમાં કેદીની જેમ રાખવા લાગ્યો, જ્યાં તેણે તેની સાથે જબરદસ્તી શારિરીક સંબંધ સ્થાપ્યા. પરંતુ યુવતી સાથે અલી નામના આ આધેડે નિકાહ કર્યા નહીં. જેના કારણે રોષે ભરાયેલી યુવતીએ ઇમરજન્સી નંબર 1122 પર ફોન કરી ફરિયાદ કરી અને પોલીસે અલીની ધરપકડ કરી લીધી.

પોલીસે જણાવ્યું કે અલીને પોતાના પહેલા લગ્ન સંબંધથી ત્રણ પુત્રીઓ છે અને બીજા લગ્ન સંબંધથી એક પણ બાળક નથી, તેણે પૂછપરછમાં જણાવ્યું કે તે તેની બીજી પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે, તેણે યુવતીને માત્ર પુત્ર પ્રાપ્તિ માટે ખરીદી હતી, જ્યારે યુવતી દ્વારા પુત્રનો જન્મ થઇ જતો ત્યારે તે પુત્રને તેની બીજી પત્નીને સોંપી તે યુવતીને મુક્ત કરી દેતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X