• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીએ બનાવ્યો બ્લાસ્ટ પ્રૂફ બંગ્લો

|
Asif-Ali-Zardari
લાહોર, 8 ફેબ્રુઆરીઃ પાકિસ્તાનના નેતા કેટલા સ્વાર્થી છે તેનું તાજુ ઉદાહરણ રજુ કરવામાં આવ્યું છે, આસિફ અલી ઝરદારીએ. પાકિસ્તાની રાષ્ટ્રપતિએ લાહોર પાસે પોતાના માટે એક બ્લાસ્ટ પ્રૂફ બંગ્લો તૈયાર કરાવ્યો છે. તે ટૂંક સમયમાં આ ઘરે રહેવા જવાની યોજના બનાવી રહ્યાં છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં હાલ જનતા પોતાના નેતાઓથી સંપૂર્ણ રીતે કંટાળી ગઇ છે અને જોરદાર વિરોધ કરી રહી છે. પાકિસ્તાનના ઘણા નેતાઓ હાલ એ ખૌફ વચ્ચે જીવી રહ્યા છે કે જનતાનો ગુસ્સો તેમના પર ઉતરી ના જાય.

આ સાથે જ વિશ્વમાં ફેલાયેલી ઝરદારીની સંપત્તિમાં વધું એક નામ જોડાઇ ગયું છે. આ બંગ્લો સંપૂર્ણરીતે બ્લાસ્ટ પ્રૂફ છે. તેમાં એક હવાઇ પટ્ટી છે, જ્યાંથી ઝરદારી કે તમનો પરિવાર કોઇ પણ વ્યક્તિ નાનું જેટ વિમાન લઇને ઉડી શકે છે કે ઉતારી શકે છે. બહરિયા કસ્બામાં આ ખાનગી આવાસ 200 કેનાલ(અંદાજે 10 લાક 80 હજાર વર્ગફીટ એટલે કે 24.87 એકર)માં ફેલાયેલું છે. એક પાકિસ્તાની સમાચારના અહેવાલ અનુસાર શનિવારે લંડનથી સીધા અહીં આવશે. આ ઘરને બનાવવામાં 5 અરબ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘરની ખુબીઓને જોઇને લાગે છે કે પાકિસ્તાની નેતા આમ નાગરીકથી વઘારે ભયભીત છે.

ઝરદારીના એક નજીકના વ્યક્તિએ જણાવ્યું છે કે ઝરદારીને આ જમીન મોટી પ્રોપર્ટી કારોબારી માલિક હુસૈન રિયાઝે આપી છે. હુસૈનની દેખરેખમાં બનેલા આ ઘરનું કામ 80 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે. ગયા વર્ષે હુસૈન ઘણા ચર્ચામાં રહ્યાં હતા. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ચૌધરી ઇફ્તિખારના પુત્ર અર્સલાનના વિદેશ પ્રવાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. હુસૈનને પણ દાવો કર્યો હતો કે કેસ પોતાના પક્ષમાં કરાવવા માટે તેમણે અર્સલાન પર 34.2 કરોડ ખર્ચ કર્યા હતા.

આ ઘરનુ નામ બેનઝીર-ઝરદારીના પુત્રના નામ પર બિલવાલ હાઉસ પર રાખવામાં આવ્યું છે. બિલવાલ હાઉસ પુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના મહલનુમા ઘરથી માત્ર 1.5 કિ.મી દૂર છે. પીએમએલ(એન)ના મુખિયા શરીફેપણ પોતાની અમીરી માટે જાણીતા છે. શરીફનું ઘર રાયવિંડ રોડ પર 300 એકરમાં ફેલાયેલું છે. શરીફના ઘરમાં એક ચિડિયાઘર પણ છે. તેની આસ-પાસ બગીચા અને ખેતર છે. થોડાક દિવસ પહેલા શરીફના ભાઇનું નિધન થઇ ગયું હતું. ઝરદારી લંડનથી પરત ફરીને તેના ઘરે શોક વ્યક્ત કરવા જશે.

English summary
A sprawling high security private residence for Pakistani President Asif Ali Zardari, complete with bomb proof structures and a landing strip for small jets and helicopters, is nearing completion in Lahore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more