For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાનીઓએ પાકના ગૃહમંત્રીને કહ્યાં 'કોમેડિયન'

By Super
|
Google Oneindia Gujarati News

Rehman_Malik
ઇસ્લામાબાદ, 25 ફેબ્રુઆરીઃ પાકિસ્તાની તાલિબાનીઓએ અહીં ગૃહમંત્રી રેહમાન મલિકને 'કોમેડિયન' ગણાવી કહ્યું કે, તેમની સાથે વાતચીતમાં સરકાર તરફથી મલિકના સ્થાને કોઇ 'ગંભીર વ્યક્તિ'ને સામેલ કરવામાં આવવા જોઇએ.

તહરીક એ તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા અહસનુલ્લા અહસને મલિકની તુલના પશ્તો કોમેડિયન ઇસ્માઇલ શાહિદ સાથે કરી અને કહ્યું કે તેમનો સમુહ પાકિસ્તાનના આ મંત્રીના નિવેદનને ગંભીરતાથી લેતા નથી.

અહસને સમાચાર પત્ર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનને કહ્યું કે અમારા સમુહનું માનવું છે કે અગલ રેહમાન મલિક અમારા તરફથી આપવામાં આવેલા વાતચીતના પ્રસ્તાવ પર નિવેદન આપવાનું ચાલું રાખશે તો તેનાથી એ સંદેશો વહેતો થશે કે સરકાર શાંતિ વાર્તાને લઇને ગંભીર નથી.

તેમણે કહ્યું કે જો સરકાર રહેમાન મલિકના સ્થાન પર કોઇ ગંભીર વ્યક્તિને બેસાડે છે, તો વાતચીતને લઇને અમે તત્કાળ સકારાત્મક અને સભ્ય જવાબ આપીશું જે પાકિસ્તાન અને તેમના લોકોના હિતમાં રહેશે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મલિકે તાલિબાનની વાતચીતના પ્રસ્તાવ પર વ્યંગ્ય કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તાલિબાન તરફથી હથિયાર છોડવાની અને એક મહિનાના સંઘર્ષ વિરામ કરવામાં આવ્યા બાદ જ વાતચીત થશે.

ગત શનિવારે મલિકે કહ્યું હતું કે જ્યારે જ્યારે તાલિબાની નબળા થવા માંડે છે ત્યારે ત્યારે તેઓ વાતચીતનો મુદ્દો ઉઠવી દે છે.

English summary
The Pakistani Taliban have mocked interior minister Rehman Malik by describing him as a 'comedian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X