For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેન્ટમાં જીવતો સાપ છૂપાવીને ફ્લાઈટમાં જવાની કોશિશ કરી રહ્યો હતો આ શખ્સ

આ શખ્સે પેન્ટમાં જીવતો સાપ છૂપાવી ફ્લાઈટમાં જવાની કોશિશ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એરપોર્ટ પર ચોંકાવનારો એક મામલો સામે આવ્યો છે. સંદિગ્ધ હરકત કરી રહેલ એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આ શખ્સ પર આરોપ છે કે તે પોતાના પાટલુનમાં જીવતો સાંપ છૂપાવીને ફ્લાઈટથી યાત્રા કરવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે તેની આ ઈચ્છા પૂરી ન થઈ શકી. સમગ્ર મામલો જર્મનીના બર્લિન શ્રોફેલ્ડ એરપોર્ટનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 2018ની ક્રિસમસની રાત્રે એક શખ્સને પકડવામાં આવ્યો. તપાસમાં માલુમ પડ્યું કે આ શખ્સ પોતાના પાટલુનમાં એક સાંપને છૂપાવીને લઈ જઈ હ્યો હતો અને તે ફ્લાઈટમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે એરપોર્ટ પર તહેનાત સુરક્ષાકર્મીઓએ આ શખ્સની યોજના વિફળ કરી દીધી.

પેન્ટમાં છૂપાવી રાખ્યો હતો 40 સેન્ટીમીટર લાંબો દુર્લભ પ્રજાતિનો સાંપ

પેન્ટમાં છૂપાવી રાખ્યો હતો 40 સેન્ટીમીટર લાંબો દુર્લભ પ્રજાતિનો સાંપ

આ ઘટનાને પગલે જર્મનીના કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે ઝડપાયેલ શખ્સ દુર્લભ પ્રજાતિના જીવતા સાપની તસ્કરી કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે પોતાના પેન્ટમાં સાપને છૂપાવીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેને રંગેહાથ પકડવામાં આવ્યો. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે 43 વર્ષીય શખ્સ ઈઝરાયેલ જતી ફ્લાઈટમાં બેસવા માટે જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

જર્મનીના એરપોર્ટ પર ફ્લાઈટમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો

જર્મનીના એરપોર્ટ પર ફ્લાઈટમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો

આ દરમિયાન એરપોર્ટ પર તહેનાત અધિકારીઓની 43 વર્ષીય આ શખ્સ પર નજર પડી. તેમણે તુરંત જ આ શખ્સને સુરક્ષા તપાસ માટે રોકી લીધો. આ દરમિયાન અધિકારીઓએ જોયું તે તેના પેન્ટની અંદર કંઈક અજીબ ચીજ જોવા મળી રહી હતી. તેમણે તુરંત જ આ શખ્સની તપાસ કરી, જેમાં માલુમ પડ્યું કે આ શખ્સે પોતાના પાટલુનમાં જીવતો સાપ છૂપાવી રાખ્યો હતો, જેની લંબાઈ 40 મીટ હતી.

આવી રીતે પકડાયો શખ્સ

આવી રીતે પકડાયો શખ્સ

અધિકારીઓએ જણાવ્યું કે શખ્સના પેન્ટમાં 40 મીટર લાંબો સાપ હતો. જે દુર્લભ પ્રજાતિનો બોઆ સાપ હતો, જેને કપડામાં બાંધી આ શખ્સ લઈ જઈ રહ્યો હતો. તુરંત જ આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જર્મનીમાં વોશિંગ્ટન કન્વેંશન અંતર્ગત સાપોને સંરક્ષણ મળેલ છે. સાપની આયાત અને નિકાસ પર યૂરોપિયન યૂનિયને નિયંત્રણ મૂકેલ છે. એવામાં આ ચોંકાવનારો મામલો સૌકોઈને હેરાન કરી દે તેવો છે.

સાપ સંબંધી જરૂરી દસ્તાવેજ રજૂ ન કરી શક્યો આ શખ્સ

સાપ સંબંધી જરૂરી દસ્તાવેજ રજૂ ન કરી શક્યો આ શખ્સ

કસ્ટમ અધિકારીઓએ આ શખ્સની પૂછપરછ પણ કરી. જો કે આરોપી શખ્સ યાત્રા દરમિયાન સાપને ફ્લાઈટમાં લઈ જવા સંબંધી કોઈપણ જરૂરી દસ્તાવેજ રજૂ ન કરી શક્યો. બાદમાં અધિકારીઓએ તુરંત આ શખ્સની ધરપકડ કરી લીધી અને દુર્લભ પ્રજાતિના બોઆ સાપને સંરક્ષણ ગૃહ મોકલી દીધો.

બ્રેક્ઝિટ ડીલમાં હાર બાદ થેરેસા મેને મોટી રાહત, માંડ માંડ બચી સરકાર બ્રેક્ઝિટ ડીલમાં હાર બાદ થેરેસા મેને મોટી રાહત, માંડ માંડ બચી સરકાર

English summary
passenger caught smuggling live boa snake in trouser on boards a flight in Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X