For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ASEANમાં PM મોદી: એશિયાની 21મી સદી ભારતની સદી હશે

ફિલિપાઇન્સમાં 31માં આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચેની મુલાકાત સંપન્ન થઇ ચૂકી છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલિપાઇન્સમાં 31માં આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચેની મુલાકાત સંપન્ન થઇ ચૂકી છે. બંને નેતાઓ વચ્ચેની આ બીજી દ્વિપક્ષીય મુલાકાત હતી. પીએમ મોદીએ ભારતના વખાણ કરવા માટે ડોનાલ્ડ ટ્રંપનો આભાર પણ માન્યો હતો. મનીલામાં થેયલ આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો અને વેપારથી માંડીને આતંકવાદના મુદ્દા પર પણ વાતચીત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, શનિવારે ડોનાલ્ડ ટ્રંપે એપેક સમિટમાં બોલતા ભારતના અભૂતપૂર્વ વિકાસ, વૃદ્ધિ અને પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા હતા.

Narenra Modi

મનીલામાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે, રાષ્ટ્રપતિ ટ્રંપને મળવાની મને વધુ એક તક મળી. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ મજબૂત અને વ્યાપક થઇ રહ્યાં છે. અમે માનવતા અને એશિયાના ભવિષ્ય માટે સતત કામ કરી રહ્યાં છે. ભારતમાં પરિવર્તન લાવવા માટે અમે અભૂતપૂર્વ સ્તરે કામ કરી રહ્યાં છીએ. અમે સરળ, અસરકારક અને પારદર્શક સરકાર માટે દિવસ-રાત કામ કરી રહ્યાં છીએ. દેશમાં મોટા સ્તરે લોકો પાસે બેકિંગની સેવાઓ નહોતી, જન ધન યોજનાએ લાખો લોકોનું જીવન બદલી નાંખ્યું. અમે સતત મિનિમમ ગર્વમેન્ટ, મેક્સિમમ ગવર્નેન્સ પર કામ કરી રહ્યાં છીએ, છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 1200 જૂના કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા છે. હું ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ બહ બનાવીને યુવાઓ માટે રોજગાર ઊભો કરવા માંગુ છું. એશિયાની 21મી સદી ભારતની સદી હશે.

English summary
philippines narendra modi donald trump meeting today asean summit 2017
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X