For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘દુનિયામાં જ્યાં સુધી સુંદર મહિલાઓ છે ત્યાં સુધી રેપ થતા રહેશે': ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ફરીથી એક વાર વિવાદિત ટિપ્પણી કરી છે. ગુરુવારે એક કાર્યક્રમમાં દુતેર્તેએ અપ્રત્યક્ષ રીતે મહિલાઓની સુંદરતાને રેપ જેવી ઘટનાઓ માટે જવાબદાર ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ફરીથી એક વાર વિવાદિત ટિપ્પણી કરી છે. ગુરુવારે એક કાર્યક્રમમાં દુતેર્તેએ અપ્રત્યક્ષ રીતે મહિલાઓની સુંદરતાને રેપ જેવી ઘટનાઓ માટે જવાબદાર ગણાવી છે. દુતેર્તેએ આ ટિપ્પણી તે સમય કરી જ્યારે તે પોતાના હોમટાઉન દવાઓમાં આવેલી પોલિસ રિપોર્ટનો ઉલ્લેખ કરી રહ્યા હતા. દાવાઓ, દુતેર્તેનું હોમટાઉન છે અને તેઓ ત્યાંના મેયર પણ રહી ચૂક્યા છે. આ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં યૌન અપરાધોમાં ખાસો વધારો થયો છે. દુતેર્તેના નિવેદન અંગે તેમના જ દેશમાં ટીકા થઈ રહી છે.

સુંદર મહિલાઓના કારણે રેપ

સુંદર મહિલાઓના કારણે રેપ

દુતેર્તેએ કહ્યુ કે તેમના હોમટાઉનમાં રેપ વધુ થાય છે કારણકે તેમના શહેરની મહિલાઓ ઘણી સુંદર છે. દુતેર્તેની માનીએ તો જ્યાં સુધી સુંદર મહિલાઓ છે ત્યાં સુધી રેપના કેસોમાં વધારો થતો રહેશે. માંદુએ શહેરમાં બોલતા દુતેર્તેએ કહ્યુ, ‘લોકો કહે છે કે દાવાઓમાં રેપની ઘણી બધી ઘટનાઓ બનતી જ રહે છે. જ્યારે અહીં આટલી સુંદર મહિલાઓ હોય તો રેપ તો થશે.' વિપક્ષી દળોના નેતાઓ દુતેર્તેને પોતાના નિવેદન પર માફી માંગવાનુ કહી રહ્યા છે. જો કે તેમની ઓફિસ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિએ આ વાત મજાકિયા અદાંજમાં કહી છે.

આ પણ વાંચોઃએશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિતને સોંપાયુ, વિરાટને આરામઆ પણ વાંચોઃએશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિતને સોંપાયુ, વિરાટને આરામ

મંજૂરીથી ના થઈ શકે રેપ

મંજૂરીથી ના થઈ શકે રેપ

દુતેર્તે આટલેથી જ ના રોકાયા અને આગળ કહ્યુ કે, ‘કોઈ પણ પહેલી વાર અનુરોધ કરવા પર રેપ માટે મંજૂરી આપે છે શું? શું કોઈ મહિલા આની મંજૂરી આપશે? ના ક્યારેય નહિ. કોઈ પણ પહેલી વારમાં આના માટે રાજી નથી થતુ. પહેલી કોશિશમાં એ નથી થતુ અને એ રેપ છે.' અમેરિકી વર્તમાનપત્ર વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર ઘણા મહિલા સંગઠનોએ કહ્યુ છે કે દુતેર્તેના આ નિવેદનને વધુ મહત્વ આપવાની જરૂર નથી. રાષ્ટ્રપતિ દુતેર્તે પહેલા પણ ઘણી વાર મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે.

સૈનિકોને આપી રેપની મંજૂરી

સૈનિકોને આપી રેપની મંજૂરી

આ પહેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ વર્ષ 2016 માં સૈનિકો દ્વારા રેપ પર વિવાદિત નિવેદન આપ્યુ હતુ. 2016 માં તેમણે સૈનિકો દ્વારા રેપ કરાવા પર કહ્યુ હતુ કે મારા સૈનિકો રેપ કરી શકે છે, હું જેલ જતો રહીશ. ગયા વર્ષે એટલે કે 2017 માં તેમણે નિવેદન આપ્યુ હતુ કે જે વિસ્તારોમાં માર્શલ લૉ લાગ્યો છે ત્યાં સૈનિકો ત્રણ મહિલાઓનો બળાત્કાર કરી શકે છે અને તેમને કોઈ પણ સજા નહિ કરવામાં આવે. દુતેર્તેએ કહ્યુ હતુ, ‘જો તમે ત્રણ મહિલાઓનો બળાત્કાર કર્યો છે તો પછી બધુ મારા છોડી દેજો.'

આ પણ વાંચોઃઆમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણીઆ પણ વાંચોઃઆમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણી

English summary
Philippines President Rodrigo Duterte says so long as women are beautiful, there will be cases of rape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X