For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

video: ભારે પડત 'તોફાનીવેડા', મગર કરી જાત ઓહિયા

By Super
|
Google Oneindia Gujarati News

crocodile-photographer
હાલ ટીવીમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની એક જાહેરાત આવે છે, જેમાં તે 'ચલો આજ કૂછ તુફાની કરતે હે' તેમ કહે છે. આવું જ કંઇક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકોમાં પણ જોવા મળે છે. તેઓ એક સારી તસવીર લેવા માટે પોતાના જીવને જોખમમાં મુકી દે છે અને કંઇક તોફાની કરી નાંખે છે. આવું જ એક ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યું હતું, જો કે, તેમે સમય સુચકતા વાપરી ના હોત તો તેને આ જ તુફાની ભારે પડી શકે તેમ હતી.

એન્ટનોનિયો રુઇઝ નામનો ફોટોગ્રાફર 'ક્રોકોડાઇલ બ્રીજ' તરીકે જાણીતા સ્થળે પોતાના મિત્રો સાથે મગરની તસવીરો ખેંચવા માટે ગયો હતો, તેને એ લેકમાં વિહરી રહેલા મગરો જોવા મળ્યા પરંતુ તે જે પ્રકારની તસવીર ઇચ્છતો હતો, તેવી તસવીર તેને મળી રહી નહોતી, તેથી તેણે કંઇક તોફાની કરવાનું સુજ્યું. તેણે તેની સાથે આવેલા કેટલાક મિત્રોને તળાવમાં મગર જોવા મળે એટલે તેમને કંઇક ફેંકીને અટકચાળો કરવા કહ્યું. આમ કરવાથી ભુખ્યા મગરો તુરત જ પ્રહારો કરતા જોવા મળ્યાં હતા.

ભુખથી તડપી રહેલા આ મગરો તળાવના કિનારાની નજીક આવી ગયા હતા, જ્યાં આ ફોટોગ્રાફર બેઠો હતો. જો કે, ત્યારે પણ તેને જેવી તસવીર જોઇતી હતી તેવી તસવીર મળી રહી નહોતી, તેથી તેણે વધારે અટકચાળા કરવાનું કહ્યું. આ અંગે તે મિત્રો સાથે વાતો જ કરી રહ્યો હતો ત્યાં એક મગર કે જે તેની નજીક પહોંચી ગયો હતો, તેણે તેના પર હુમલો કર્યો, જો કે, તેણે સમય સુચકતા વાપરી અને એ ભૂખ્યા મગરનો કોળિયો બનતા બચી ગયો હતો. ક્રોકોડાઇલ બ્રીજ પર ફોટોગ્રાફરના તોફાનીવેડાનો વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે.

English summary
wildlife photographer positioned himself perilously close toward a crocodile, he was almost eaten by crocodile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X