પળવારમાં વિશાળ હિપો બની ગયો મગરનું ભોજન

મગર નામ સાંભળતા જ આપણા રૂવાડાં ઉભા થઇ જાય છે, આ એક એવુ ખતરનાક જળ અને જમીન પર વિહરતું પ્રાણી છે કે જેની આસપાસ જવાનું જોખમ કોઇપણ સાહસિક કે શૂરવીર કરતો નથી અને જો તેનો આ ખૂંખાર પ્રાણીનો સામનો થઇ જાય તો તેના ધારદાર ઝડબામાંથી બચીને ભાગવાનો રસ્તો હર કોઇના મનમાં આવતો હશે અથવા તો બચી ગયા બાદ ઉપરવાળાનો આભાર માનતા હશે. પરંતુ દરેકના ભાગ્યમાં એ લખેલું હોતું નથી. પાણીની અંદર વિશેષ ભયાનક બની જતા મગરના ઝડબામાં એકવાર કોઇ આવી ગયું તેનું બચવું સંભવતઃ અશક્ય સમાન બની જાય છે.

આવું જ કંઇક ઝામ્બિયા નજીક એક નદીમાં જોવા મળ્યું. કેલિફોર્નિયાનો એક ફોટોગ્રાફર જેફ નાડ્ડ્લેર નદી કિનારે બેઠો હતો, કદાચ તે આ જ ઘડીની રાહ જોઇ રહ્યો હશે કે, ક્યારે મગરનું ઝૂંડ પાણીમાં આવે અને નદીમાંથી પસાર થતાં અન્ય જળચર પ્રાણીઓને શિકાર બનાવે. તેની આતુરતાનો અંત ત્યારે આવ્યો જ્યારે એક હિપોપોટેસમ પાણીમાંથી પસાર થઇ રહ્યો હતો અને આ મગરોનું ઝૂંડ તેની પર તૂટી પડ્યું. એક પછી એક મોટી સંખ્યામાં એકઠા થયેલા મગરોએ વિશાળકાય હિપોપોટેસમમાં પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા અને પળવારમાં હિપોપોટેમસ આ મગરોનું ભોજન બની ગયો. તો ચાલો તસવીરો અને વીડિયો થકી આ બ્રેવ ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલી તસવીરોને નીહાળીએ.

 મગરોએ કર્યો પ્રહાર

મગરોએ કર્યો પ્રહાર

ઝામ્બિયાના સાઉથ લૌંગવાની નદીમાં એક હિપોપોટેમસ પર કેટલાક મગરો દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો.

હિપોપોટેમસ પર તૂટી પડ્યું મગરોનું ઝૂંડ

હિપોપોટેમસ પર તૂટી પડ્યું મગરોનું ઝૂંડ

ત્રણ ટનના હિપોપોટેમસને શિકાર બનાવવા માટે મગરોનું એક ઝૂંડ આવી પહોચ્યું હતું અને હિપોપોટેમસને શિકાર બનાવ્યો હતો. આ તસવીર કેલિફોર્નિયાના ફોટોગ્રાફર જેફ નાડ્ડ્લેર દ્વારા ઝામ્બિયાના સાઉથ લૌંગવામાં નદીના કીનારે બેસીને પાડવામાં આવી હતી.

ભોજનના રૂપમાં હિપોપોટેમસ

ભોજનના રૂપમાં હિપોપોટેમસ

આ તસવીરમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, કેવી રીતે ઝામ્બિયાના સાઉથ લૌંગવામાં મગરો દ્વારા હિપોપોટેમસનો શિકાર કરીને તેને પોતાનું ભોજન બનાવવામાં આવ્યો હતો.

હિપોપોટેમસનો શિકાર વીડિયોમાં

યુ ટ્યૂબ પર પ્રસારિત કરવામાં આવેલી તસવીરો છે, જે એક બ્રેફ ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવી છે. આ તસવીરોમાં મગરો દ્વારા હિપોપોટેમસનો શિકાર કરીને તેનો આહાર કરવામાં આવ્યો હતો, તે દર્શાવવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X