કાઠમાંડુમાં લેન્ડિંગ વખતે ક્રેશ થયું બાંગ્લાદેશનું વિમાન

Posted By:
Subscribe to Oneindia News

નેપાળની રાજધાની કાઠમાડુંમાં બાંગ્લાદેશનું એક યાત્રી વિમાન લેન્ડિંગ વખતે સંતુલન ગુમાવતા ક્રેશ થયું છે. આ વિમાન બાંગ્લાદેશના US-બાંગ્લા એરલાઇન્સનું હોવાનું જાણવા મળ્યું છે. આ વિમાનમાં 72 લોકો સવાર હતા. માનવામાં આવે છે કે આ દુર્ધટનામાં 50 જેટલા લોકોની મોત થઇ છે. અને 23 લોકો ઇજાગ્રસ્ત છે. આ મામલે પર્યટન મંત્રીના કહેવા મુજબ લેન્ડિંગ દરમિયાન પ્લેન રન વે તરફ વળ્યું અને પાસે જ આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં જઇને ક્રેશ થઇ ગયું. વિમાન ઢાકાથી કાઠમાંડુ આવી રહ્યું હતું. જો કે 17 ઇજાગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્લેન ક્રેશ થતા જ તાત્કાલિક હવાઇમથકથી અગ્નિશામક દળ અને એમ્બ્યુલન્લ લોકોને બચાવવા દોડી પડી હતી.

Plan crash

અને હાલ પણ ઇજાગ્રસ્ત લોકોને પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વળી બચાવ કાર્યમાં નેપાળી સેના પણ જોડાઇ છે. ક્રેશ પછી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું. .અને સોશ્યલ મીડિયામાં પણ આની તસવીરો વાયરલ થઇ છે. હાલ આ ક્રેશ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ રાહત બચાવ કાર્યક્રમ પણ જોરશોરથી ચાલી રહ્યો છે. આ અકસ્માત ભારતીય સમય મુજબ બપોરે 2 વાગે થઇ હતી. ત્યારે આ પ્લેન ક્રેશનો વીડિયો જુઓ અહીં...

English summary
Plane crashes at tribhuvan international airport in Kathmandu Nepal. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.