For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કઝાકિસ્તાનમાં બે માળની ઈમારત સાથે ટકરાયુ પ્લેન, 9ના મોત

કઝાકિસ્તાનમાં શુક્રવારે એક મોટી દૂર્ઘટના બની છે. અહીં અલમાટી એરપોર્ટ પર ટેક ઑફ સમયે એક પ્લેન ક્રેશ થઈ ગયુ છે. દૂર્ઘટના સમયે આના પર 100 મુસાફરો સવાર હતા.

|
Google Oneindia Gujarati News

કઝાકિસ્તાનમાં શુક્રવારે એક મોટી દૂર્ઘટના બની છે. અહીં અલમાટી એરપોર્ટ પર ટેક ઑફ સમયે એક પ્લેન ક્રેશ થઈ ગયુ છે. દૂર્ઘટના સમયે આના પર 100 મુસાફરો સવાર હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે પ્લેન ટેક ઑફના સમયે દીવાલ સાથે ટકરાઈ ગયુ જેના કારણે આ દૂર્ઘટના બની. પ્લેન બે માળની ઈમારત સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયુ છે.

રાજધાની નૂર સુલ્તાન જઈ રહ્યુ હતુ જેટ

રાજધાની નૂર સુલ્તાન જઈ રહ્યુ હતુ જેટ

ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ આ જેટ અલમાટીથી રાજધાની નૂર સુલ્તાન જઈ રહ્યુ હતુ પરંતુ થોડી વાર બાદ રડાર પરથી ગાયબ થઈ ગયુ. સ્થાનિક ઑથોરિટીઝ તરફથી આ સમાચાર આપવામાં આવ્યા છે. આ એરક્રાફ્ટ બેક એર જેટનુ હતુ અને જણાવવામાં આવ્યુ છે કે દૂર્ઘટનામા ઘણા માંડ-માંડ બચ્યા છે પરંતુ શરૂઆત આંકડામાં 9 લોકોના માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આના ફોટા આવી રહ્યા છે જેમાં જેટનો કાટમાળ એક ઘર પર જોઈ શકાય છે.

અમુક લોકોના જીવ બચી ગયા

સ્પૂતનિક ન્યૂઝ એજન્સીએ કઝાકિસ્તાનના ઈન્ડસ્ટ્રી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટરના હવાલાથી જણાવ્યુ છે કે એક્સીડન્ટમાં અમુક લોકોના મોત નીપજ્યા છે. મિનિસ્ટ્રીએ જણાવ્યુ કે ટેક ઑફ બાદ એક ઉચાઈ પર ગયા બાદ એરક્રાફ્ટ બિલ્ડીંગ સાથે ટકરાઈ ગયુ. અલમાટી એરપોર્ટ તરફથી ફેસબુક પર આ અંગેની માહિતી શેર કરવામાં આવી છે. એરપોર્ટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે અમુક લોકોના જીવ બચી ગયા છે પરંતુ તેમની સંખ્યા વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

આ પણ વાંચોઃ CAA: સંપત્તિને નુકશાન પહોંચાડ્યુ તો ભરવો પડશે આટલો દંડ, યુપીમાં હાઈ એલર્ટ, ઠેર ઠેર ફ્લેગ માર્ચઆ પણ વાંચોઃ CAA: સંપત્તિને નુકશાન પહોંચાડ્યુ તો ભરવો પડશે આટલો દંડ, યુપીમાં હાઈ એલર્ટ, ઠેર ઠેર ફ્લેગ માર્ચ

95 મુસાફરો પાંચ ક્રૂ મેમ્બર્સ જેટ પર

95 મુસાફરો ઉપરાંત પાંચ ક્રૂ મેમ્બર્સ પણ સવાર હતા. હાલમાં ઑથોરિટીઝ તરફથી રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. કઝાક સરકાર તરફથઈ આ દૂર્ઘટનાની તપાસ માટે એક સ્પેશિયલ કમિશન રચવામાં આવ્યુ છે. હજુ સુધી દૂર્ઘટનાના કારણ વિશે માલુમ પડી શક્યુ નથી. સરકારે કહ્યુ છે કે જે લોકો પણ આના માટે જવાબદાર હશે તેમની ઓળખ કરવામાં આવશે. વળી, દૂર્ઘટના બાદ આ પ્રકારના પ્લેનવાળી બધી ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી છે.

રહેણાંક વિસ્તારમાં બની દૂર્ઘટના

રહેણાંક વિસ્તારમાં બની દૂર્ઘટના

જેટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયુ છે અને લોકોને વિસ્તારમાં બહાર કાઢવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ઑથોરિટીઝ તરફથી કહેવામાં આવ્યુ છે કે ફોકર-100 પ્લેનની બધી ફ્લાઈટ્સને સંપૂર્ણપણે કેન્સલ કરી દેવામાં આવી છે. બેક એરલાઈન્સ તરફથી અલમાટીથી નૂર સુલ્તાન સુધી માટે ફોકર-100 પ્લેનનો ઉપયોગ થાય છે.

English summary
Plane crashes in Kazakhstan with 100 people on board, 9 dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X