For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનના પીએમ બોરિસ જૉનસનને પણ કોરોના વાયરસ, આઈસોલેટ કરાયા

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. તપાસમાં કોરોના પૉઝિટીવ મળ્યા બાદ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને ઈલાજ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના અમુક લક્ષણ દેખાયા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં તેમના સંક્રમિત થવાની વાત સામે આવી. પીએમ ઓફિસે પણ બોરિસના સંક્રમિત થવાની પુષ્ટિ કરી છે.

boris

બે દિવસ પહેલા બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને પણ કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે. બુધવારે 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ ટેસ્ટમાં પોઝિટીવ જોવા મળ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સને પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમને બધાથી અલગ રાખવામાં આવ્યા છે અને ઈલાજ કરવામાં આવી રહ્યો છે. બ્રિટનમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. શુક્રવાર સુધી બ્રિટનમાં કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 11 હજારને પાર કરી ગઈ છે. વળી, 578 લોકોના મોત અત્યાર સુધી થયા છે. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ મોત બ્રિટનમાં આ વાયરસના કારણે થયા છે.

કોરોના વાયરસથી દુનિયાભરમાં સંક્રમિત લોકોની સંક્યા 5 લાખ 33 હજાર થઈ ગઈ છે. અત્યાર સુધી દુનિયામાં 24 હજાર લોકોનો મોત આ વાયરસના સંક્રમણથી થઈ ચૂક્યા છે. ઘણા દેશોમાં કોરોના ખરાબ રીતે કહેર વર્તાવી રહ્યુ છે. ફ્રાંસ, અમેરિકા, ઈરાનમાં સતત મોત થઈ રહ્યા છે. સ્પેનમાં ગુરુવારે 718 લોકોના મોત આ વાયરસના કારણે થયા. ભારતમાં શુક્રવાર સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડ મુજબ કોરોનાના કુલ 724 કેસ સામે આવી ચૂક્યા છે. આમાંથી 640 દર્દીઓનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 66 દર્દી હોસ્પિટલમાં ઠીક થીને ઘરે જઈ ચૂક્યા છે. વળી, 18 લોકોની અત્યાર સુધી કોરોનાની ચપેટમાં આવવાથી મોત થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ચીને છૂપાવી હતી કોરોના વાયરસની માહિતીઃ અમેરિકી મેગેઝીને ચીન પર ઉઠાવ્યા સવાલઆ પણ વાંચોઃ ચીને છૂપાવી હતી કોરોના વાયરસની માહિતીઃ અમેરિકી મેગેઝીને ચીન પર ઉઠાવ્યા સવાલ

English summary
PM Boris Johnson tests positive for coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X