For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMએ જાપાનીઝ ઉદ્યોગપતિઓને આર્થિક વૃદ્ધિની ખાતરી આપી

|
Google Oneindia Gujarati News

pm-in-japan
ટોકિયો, 28 મે : આર્થિક વિકાસમાં આવેલી મંદીને કામચલાઉ ગણાવીને વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે ભારતના ફન્ડામેન્ટલ્સ યથાવત્ છે અને દેશ 8 ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરશે. જાપાન ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને જાપાન-ઈન્ડિયા બિઝનેસ કોઓપરેશન કમિટી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં જાપાનના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓને સંબોધિત કરતાં મનમોહન સિંહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વર્ષ 2013-14માં ભારતનો આર્થિક વિકાસ દર 6 ટકા જેટલો સુધરશે.

ગયા વર્ષના પાંચ ટકાના આર્થિક વિકાસ દરને કામચલાઉ ગણવો જોઈએ. અમને વિશ્વાસ છે કે અમે ફરી પાછા 8 ટકાના વિકાસ દરના માર્ગ પર આવી શકીશું, એમ વડા પ્રધાને કહ્યું હતું.

તેમણે જાપાનના ઉદ્યોગપતિઓને એવી ખાતરી પણ આપી કે વિદેશી મૂડીરોકાણને આકર્ષિત કરવા માટે ભારત વધારે પગલાં લઈ રહ્યું છે. ભારતીય રીઝર્વ બેન્કે એવો નિર્દેશ કર્યો છે કે તે નવા બેન્ક લાઈસન્સોની પ્રક્રિયાને શરૂ કરવાની છે. વડાપ્રધાન મનમોહન સિંહ જાપાનની ત્રણ દિવસની મુલાકાતે ગયા છે.

English summary
PM ensure Japanese industrialists about economic growth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X