For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા મોદી પહોંચ્યા વોશિંગ્ટન

|
Google Oneindia Gujarati News

ત્રણ દેશોની વિદેશ યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યાત્રાના બીજા પડાવ રૂપે પહોંચ્યા વોશિંગ્ટન ડીસી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં થનારા પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભાગ લેશે. તે પહેલા તેમણે ભારતીય યુનિયનની સમિટમાં ભાગ લીધો હતો. અને બુધવાર રાતે બ્રસેલ્સથી અમેરિકા જવા રવાના થઇ ગયા હતા. તથા વોશિંગ્ટનમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તે સાઉદી અરબ જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આ બે દિવસીય યાત્રામાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સમેત વિશ્વના અનેક નેતાઓની મુલાકાત કરશે. વધુમાં પહેલી આ સંમેલનમાં પહેલી વાર હાજરી આપી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ કાર્યક્રમમાં પરમાણુ હથિયારોને લઇને પોતાનો મંતવ્ય આપશે. ત્યારે આજે મોદીનો શું કાર્યક્રમ છે અને બ્રેસેલમાં આતંકવાદ પર મોદીએ શું ટિપ્પણી કરી તે અંગે વધુ જાણો અહીં.

મોદી ત્રીજી વાર અમેરિકામાં

મોદી ત્રીજી વાર અમેરિકામાં

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી મુલાકાત છે. જેમાં આજે તે આ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા તમામ નેતાઓ સાથે વ્હાઇટ હાઉસમાં ડિનર લેશે. અને મુલાકાત કરશે.

અમેરિકામાં મોદીનો કાર્યક્રમ

અમેરિકામાં મોદીનો કાર્યક્રમ

પહેલેથી નક્કી કાર્યક્રમ મુજબ આજે વોશિંગ્ટનમાં મોદી ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જોનને મળશે. નોંધનીય છે કે આ વખતે અમેરિકામાં મોદી ભારતીય સુમાદાયને નહીં સંબોધે.

બ્રસેલ્સમાં મોદી

બ્રસેલ્સમાં મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. જેમાં તેમણે એક વાર ફરી યુનાઇડેટ નેશનને અપીલ કરીકે તે આતંકવાદને પરિભાષિત કરે.

યુએનનો દુર્ભાગ્યપૂર્ણ રવૈયો

યુએનનો દુર્ભાગ્યપૂર્ણ રવૈયો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુએન હજી સુધી આતંકવાદને વ્યાખ્યાયિત નથી કરી શક્યું. તેમણે કહ્યું કે આતંકવાદને મદદ કે શરણ આપનાર દેશો સામે જ્યારે કોઇ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે કાનૂનના અભાવે આવું થવું અશક્ય બની જાય છે.

ધર્મ અને આંતકવાદને કોઇ સંબંધ નથી

ધર્મ અને આંતકવાદને કોઇ સંબંધ નથી

વધુમાં મોદીએ કહ્યું કે આતંકવાદ પૂરી માનવજાત માટે ખતરા રૂપ છે. અને જે લોકો માનવતામાં વિશ્વાસ કરે છે તેમણે મળીને આની વિરુદ્ધ લડવું જોઇએ. તેમણે કહ્યું કે આતંકવાદને ખાલી બંદૂકોથી નથી હરાવી શકતો તેના માટે સમાજમાં તેવો માહોલ બને તે પણ જરૂરી છે.

9/11 પછી દુનિયા સમજ્યું આ દુખ

9/11 પછી દુનિયા સમજ્યું આ દુખ

મોદીએ કહ્યું કે ભારત પાછલા 40 વર્ષથી આ આતંકવાદને સહન કર્યું રહ્યું છે. પણ 9/11 બાદ દુનિયા ચોકીં ગઇ. ત્યાં સુધી વૈશ્વિક શક્તિઓ તે સમજી નહતી શકી કે ભારત કેવી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે.

સરકારની ઉપલબ્ધિઓ

સરકારની ઉપલબ્ધિઓ

મોદી કહ્યું કે જે પ્રવાસી ભારતીયો પાસે પૈન કાર્ડ નહીં હોય તેમને પણ ટીડીએસના ઊંચા દરોથી રાહત મળશે. વળી તેમણે ફ્રી વેગેઝ લિમિટ વધારવાની પણ વાત કરી.

English summary
Prime Minister Narendra Modi has addressed a large number of Indian living in Brussels capital of Belgium. While addressing Indian community in Brussels PM has asked United Nations to define terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X