Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત-પાકિસ્તાન આવી રહ્યા છે નજીક! પીએમ મોદીએ ઈમરાન ખાને લખ્યો પત્ર, પાકિસ્તાનને આપ્યો ખાસ મેસેજ

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા બે મહિના દરમિયાન દુશ્મનીનો બરફ પિગળી રહ્યો છે.

ઈસ્લામાબાદ/નવી દિલ્લીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા બે મહિના દરમિયાન દુશ્મનીનો બરફ પિગળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાન માટે ભારતે જે અપ્રોચ બતાવ્યો છે તેનાથી કંઈક આવા જ સંકેત મળી રહ્યા છે. પાકિસ્તાન દિવસ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પત્ર લખી તેમને અને પાકિસ્તાની અવામને શુભેચ્છા પાઠવી છે.

'પાકિસ્તાન સાથે દોસ્તી ઈચ્છે છે ભારત'

'પાકિસ્તાન સાથે દોસ્તી ઈચ્છે છે ભારત'

મંગળવારે પાકિસ્તાન દિવસ હતો અને આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પત્ર લખ્યો છે. ભારતના પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં પાકિસ્તાનના સારા ભવિષ્ય માટે કામના કરી છે. તેમણે પત્રમાં લખ્યુ છે કે 'પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર હું પાકિસ્તાની જનતાને પોતાની શુભકામનાઓ આપુ છુ. એક પડોશી દેશ હોવાના નાતે ભારત, પાકિસ્તાનની જનતા સાથે મૈત્રીપૂર્ણ સંબંધની અપેક્ષા રાખે છે.આના માટે ભરોસો અને આતંકવાદ અને આક્રમકતા મુક્ત વાતાવરણ હોવુ ખૂબ જરૂરી છે. માનવતાના આ મુશ્કેલ સમયમાં તમને અને પાકિસ્તાનની જનતાને કોવિડ-19 મહામારીના સમયમાં આવેલ પરિસ્થિતિઓ અને પડકારો માટે શુભેચ્છા આપવા માંગુ છુ.'

ગયા એક સપ્તાહમાં બીજી પહેલ

ગયા એક સપ્તાહમાં બીજી પહેલ

છેલ્લા એક સપ્તાહમાં આ બીજી વાર છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન માટે કંઈ કહ્યુ હોય. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કોરોના પૉઝિટીવ થયા બદા તેમની જલ્દી રિકવરીની કામ કરી હતી. ત્યારબાદથી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને દેશોના સંબંધોમાં સુધારો આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે 2016થી જ સંબંધો ઘણા ખરાબ થઈ ગયા હતા. ખાસ કરીને પુલવામામાં પાકિસ્તાને ભારતીય સૈનિકો પર હુમલો કર્યા બાદ બંને દેશોના સંબંધ ઘણા વધુ ખરાબ થઈ ગયા હતા અને સ્થિતિ લડાઈ સુધી પહોંચી ગઈ હતી. ભારતે આતંકીઓને મારવા માટે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક પણ કરી હતી.

વારંવાર વાતચીતની વાત

વારંવાર વાતચીતની વાત

છેલ્લા બે મહિનાથી પાકિસ્તાન તરફથી ઘણી વાર ભારત સાથે વાતચીતની અપીલ કરવામાં આવી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ઘણી વાર ભારત સાથે વાતચીત કરવાની અપીલ કરી ચૂક્યા છે. તેમણે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર કાશ્મીર મુદ્દો છે અને વાતચીત દ્વારા જ કાશ્મીરની સમસ્યાનુ સમાધાન થઈ શકે છે. વળી, ગયા સપ્તાહે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર બાજવાએ પણ નિવેદન આપ્યુ હતુ કે બંને દેશોએ ભૂતકાળ ભૂલીને શાંતિપૂર્વક વાતચીત કરવી જોઈએ જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી વાર સકારાત્મક સંકેત આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X