For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કબ્લ ફોર્ચ્યુનના સીઇઓ સાથેના ડિનરમાં મોદીએ શું કહ્યું

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની વિદેશ યાત્રા પર છે. જ્યાં તેમણે કલ્બ ફોર્ચ્યુન 500ના સીઇઓની સાથે મુલાકાત કરી અને સાથે જ અમેરિકાની 8 મોટી ફાઇનાન્સિયલ કંપનીઓના સીઇઓ સાથે પણ વાત કરી ભારતમાં રોકાણ કરવા માટેની જોરદાર અપીલ કરી. તો બીજી તરફ વિવિધ જાણીતી કંપનીના સીઇઓએ પણ મોદી અને ભારતના વિકાસના ભરપૂર વખાણ કર્યા. મોદીએ આ તમામ બિઝનેસમેનને વિશ્વાસ અપાયો કે તેમની મુશ્કેલીઓને સરળ કરવા તે બેઠા છે.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોર્ચ્યૂન કંપનીના સીઇઓ સાથે ડિનર પણ લીધું હતું. આ ડિનરને જાણીતા શેફ વિકાસ ખન્નાએ બનાવ્યું હતું. તો વળી વિકાસ ખન્નાને મોદીએ તિરંગા પર ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલીક પોલિટીકલ મિટીંગ પણ કરી. જેમાં તે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને કેરેબિયન ટાપુ સેન્ટ વિન્સેટના પીએમ રાલ્ફ ગોન્ઝાલ્વેઝને પણ મળ્યા. ત્યારે મોદીના અત્યાર સુધીના પ્રવાસની પળે પળની ખબર અને તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કલબ ફોર્ચ્યુન 500ના સીઇઓ અને મોદી

કલબ ફોર્ચ્યુન 500ના સીઇઓ અને મોદી

4.5 ટ્રિલિયનની કલબ ફોર્ચ્યુન 500ના સીઇઓ સાથે મોદીએ લીધું ડિનર. આ કબલમાં અમેરિકાની જાણીતી મલ્ટીમિલિયનર કંપનીના સીઇઓ છે. જેમને મોદીએ ભારતમાં રોકાણ કરવા માટે અપીલ કરી.

મોદીએ શું કહ્યું

મોદીએ શું કહ્યું

મોદીએ અહીં હાજર તમામ સીઇઓને કહ્યું કે ભારતનો વિકાસ અમારી નં-1 પ્રોયોરિટી છે. અને રોકાણકારો માટે પ્રક્રિયાને સરળ બનાવી રહ્યા છીએ. અને આ માટી ઝડપી નિર્ણયો પણ લઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આખી દુનીયામાં FDI નીચે જઇ રહ્યું છે ત્યારે ભારતમાં 40 ટકા વધ્યું છે. જે વિશ્વનો ભારતના અર્થતંત્ર પણ વિશ્વાસ દર્શાવે છે.

જાણીતા શેફ વિકાસ ખન્નાને મોદી આપી ભેટ

નોંધનીય છે કે મોદી માટે તૈયાર કરેલા કલબ ફોર્ચ્યૂનના આ ડિનરને ભારતના જાણીતા શેફ વિકાસ ખન્નાએ બનાવ્યું હતું. જે બાદ વિકાસ ખન્નાને મોદીએ તિરંગા પર ઓટોગ્રાફ આપી તેમના ખાવાને બિરદાવ્યું હતું.

સીઇઓએ મોદી વિષે શું કહ્યું

જો કે કલ્બ ફોર્ચ્યૂનના ડિનરમાં હાજર રહેલા મલ્ટીમિલેનિયર કંપનીઓના સીઇઓએ ભારતમાં રોકાણ કરવા માટે રસ બતાવ્યો અને તેમણે ભારતના વિકાસના વખાણ પણ કર્યા.

મોદીએ કહ્યું હું બેઠો છું ને

મોદીએ કહ્યું હું બેઠો છું ને

કલ્બ ફોર્ચ્યૂને સંબોધતા મોદીએ કહ્યું કે જો તમને ભારતમાં રોકાણ અને વેપાર કરવામાં કોઇ મુશ્કેલી કે સમસ્યા આવતી હોય તો મને જણાવજો. હું તમારી સહાય માટે હંમેશા તત્પર રહીશ.

કોણે મોદીના કર્યા વખાણ

કોણે મોદીના કર્યા વખાણ

જેપી મોર્ગનના સીઇઓ જેમ્સ ડિમોને કહ્યું કે ભારત સરકારે જે ઝડપી પગલાં ઉઠાવ્યા છે તેના ભારતનો વિકાસ થયો છે. વળી મોદી સાથેની આ મુલાકાત પોઝિટિવ રહી તેવું પણ તેમણે જણાવ્યું. સાથે જ માસ્ટર કાર્ડના સીઇઓ અજય બાંગા પણ મોદીના વખાણ કર્યા.

અમેરિકન સીઇઓ સાથે મોદી

અમેરિકન સીઇઓ સાથે મોદી

વધુમાં મોદી અમેરિકાની 8 મોટી મલ્ટિમિલેનિયર કંપનીના સીઇઓ સાથે પણ મુલાકાત કરીને તેમને પણ ભારતમાં રોકાણ કરવા માટે જ જોરદાર અપીલ કરી હતી.

શેખ હસીના સાથે મોદી

શેખ હસીના સાથે મોદી

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પણ મળ્યા હતા. અને તેમને એક બીજા જોડે મહત્વપૂર્ણ બેઠક પણ કરી હતી.

મોદીની રાજકીય મુલાકાત

મોદીની રાજકીય મુલાકાત

સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરેબિયન ટાપુ સેન્ટ વિન્સેટના પીએમ રાલ્ફ ગોન્ઝાલ્વેઝને પણ મળ્યા હતા.

મોદીની રાજકીય મુલાકાત

મોદીની રાજકીય મુલાકાત

તો વળી ગુયાનાના પ્રેસિડેન્ડ ડેવિડ આર્થર ગ્રાન્ગર સાથે પણ મોદીએ દ્રિપક્ષીય બેઠક યોજી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

English summary
PM Modi holds roundtable with top CEOs in New York; invites to 'Make In India'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X