For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ASEANમાં ભાગ લેવા ફિલીપાઇન્સ પહોંચ્યા PM, ટ્રંપ સાથે કરી મુલાકાત

વડાપ્રધાના નરેન્દ્ર મોદી 15મા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફિલીપાઇન્સની રાજધાની મનીલા પહોંચ્યા હતા. અહીં તેઓ 12મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાના નરેન્દ્ર મોદી રવિવારે 15મા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફિલિપાઇન્સની રાજધાની મનીલા પહોંચ્યા હતા. અહીં તેઓ 12મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. પીએમ મોદી ફિલીપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડૂટાર્ટે ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે પણ મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, છેલ્લા 36 વર્ષોમાં કોઇ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ ફિલીપાઇન્સની મુલાકાત છે. આ પહેલાં વર્ષ 1981માં વડાપ્રધાને ફિલીપાઇન્સની મુલાકાત કરી હતી. આ મુલાકાત પહેલાં પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું હતું કે, આ યાત્રા ભારતની એશિયાના દેશો સાથે રાજનૈતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક બનશે. આ યાત્રાથી ભારત અને ફિલીપાઇન્સના સંબંધોને દ્વિપક્ષીય મજબૂતી મળશે.

pm modi

ફિલીપાઇન્સમાં પીએમ મોદી એસિયાન સંમેલનમાં ભાગ લેવાની સાથે જ ઇન્ટરનેશનલ રાઇસ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારતીય સમાજના લોકો સાથે મુલાકાત કરશે. પીએમ મોદીની આ મુલાકાતથી ઘણા લોકોને આશા છે. વર્તમાન સમયમાં ચીનને આંતરરાષ્ટ્રીય મંચ પર ઘેરવા માટે જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત એક સાથે ચતુર્પક્ષીય ગઠબંધન બનાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યાં છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપની મુલાકાત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થાય એવી શક્યતા છે. સાથે જ તેઓ હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ રોકવાના મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

English summary
PM modi reaches Philippines to particiapte in ASEAN and east asia summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X