For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્વાડ સમિટમાં પીએમ મોદી બોલ્યા, આ ફોરમ લોકતાંત્રિક શક્તિઓને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યુ છે

પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. જાણો આજે ક્વાડ લીડર્સ મીટિંગમાં પીએમ મોદીએ શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના જાપાન પ્રવાસ પર છે. પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. આજે ક્વાડ લીડર્સ મીટિંગમાં બોલતા પીએમ મોદીએ કહ્યુ કે જાપાાનના પ્રધાનમંત્રીના શાનદાર આતિથ્ય માટે આભાર. પીએમ મોદીએ કહ્યુ કે આજે ટોક્યોમાં મિત્રો વચ્ચે હોવુ મારા માટે ખૂબ ખુશીની વાત છે, હું સૌથી પહેલા એંથની એલ્બનીઝને ચૂંટણીમાં જીત માટે અભિનંદન પાઠવુ છે. શપથ લેવાના 24 કલાક બાદ જ તમારુ અમારી વચ્ચે હોવુ ક્વાડ મિત્રતાની તાકાત અને તેના પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

PM

પ્રધાનમંત્રીએ કહ્યુ કે આટલા ઓછા સમયમાં ક્વાડ સમૂહે વિશ્વ પટલ પર એક મહત્વપૂર્ણ સ્થાન બનાવી લીધુ છે. આજે ક્વાડનો સ્કોપ વ્યાપક થઈ ગયો છે અને સ્વરૂપ પ્રભાવી થઈ ગયુ છે. આપણો પરસ્પર વિશ્વાસ, સંકલ્પ, લોકતાંત્રિક શક્તિઓને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે. ક્વાડના સ્તરે આપણો પરસ્પર સહયોગ એક મુક્ત, ખુલ્લી અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક સ્પેસનુ નિર્માણ કરી રહ્યો છે, જે આપણા બધાનો સમાન ઉદ્દેશ્ય છે. કોવિડ 19 ના પ્રતિકૂળ સંજોગો હોવા છતાં આપણે રસીની ડિલિવરી, કલાઈમેટ એક્શન, સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા, આપત્તિ પ્રતિભાવ અને આર્થિક ક્ષેત્ર જેવા ઘણા ક્ષેત્રોમાં પરસ્પર સંકલન વધાર્યુ છે. આનાથી ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત થઈ રહી છે. ક્વાડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે રચનાત્મક કાર્યસૂચિને અનુસરી રહ્યુ છે જે ક્વાડની છબી એક ફોર્સ ફૉર ગુડ તરીકે સુદ્રઢ થતી જશે.

English summary
PM Modi speech at QUAD Leaders Meet says scope of this forum widen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X