For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યાનમારમાં PM મોદી, રોહિંગ્યા મુદ્દે સમાધાનની ઇચ્છા વ્યક્ત કરી

મ્યાનમારમાં પીએમ મોદીએ કરી આંગ સાન સૂ કી સાથે મુલાકાત કરી હતી અને સાથે જ રોંહિગ્ય મુસલમાનોના મુદ્દે પણ વાત કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. પીએમ મોદી અને આંગ સૂ કી વચ્ચે થયેલ ડેલિગેશન સ્તરની બેઠકમાં ભારત અને મ્યાનમાર વચ્ચેના અનેક કરારો પર હસ્તાક્ષર થયા હતા. બેઠક બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું કે, મ્યાનમાર દ્વારા વિકાસ માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છીએ, એમાં 'સૌનો સાથ સૌનો વિકાસ' અભિયાન હેઠળ મદદ કરવા અમે તૈયાર છીએ.

modi in myanmar

પીએમ મોદીએ આગળ કહ્યું કે, જે ઉત્સાહથી મારું સ્વાગત કરવામાં આવ્યું, એ પરથી એવું જ લાગે છે જાણે હું મારા ઘરમાં જ છું. ઉગ્રવાદીઓ અને ચરમપંથીઓ જે રીતે હિંસા ફેલાવી રહ્યા છે, એ ચિંતાનો વિષય છે. અમને આશા છે કે, બને એટલી જલ્દી આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે. મારું માનવું છે કે, ભારતનો લોકતાંત્રિક અનુભવ મ્યાનમાર માટે પણ પ્રાસંગિક છે. પાડોશી હોવાને નાતે બંને દેશો માટે સુરક્ષાનો મુદ્દો એક જ છે, આથી આ દિશામાં આપણે મળીને કામ કરવું જોઇએ. અમારા ભવિષ્યના પ્રોજેક્ટ્સ મ્યાનમારના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આજે થયેલા કરારો બંને દેશો વચ્ચેના સંબંધને વધુ મજૂબત બનાવશે. ભારતની જેલમાં બંધ મ્યાનમારના 40 નાગરિકોને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યાનમારના જે લોકો ભારત આવવા માંગે છે, તેમને ક્રૈટિશ વિઝા આપવામાં આવશે.

આ પહેલાંં મંગળવારે પીએમ મોદીએ મ્યાનમારના રાષ્ટ્રપતિ હતિન ક્વાવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધો મજબૂત કરવા અંગે વાતો થઇ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ હતિને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને તેમને ગૉર્ડ ઓફ ઑનર દ્વારા સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદી નેપિતાઉ પહોંચ્યા હતા, જ્યાં પારંપરિક રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

English summary
PM Narendra Modi in Myanmar meet Aung San Suu kyi latest update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X