કઝાકિસ્તાનમાં મળ્યા PM મોદી અને નવાઝ શરીફ, કરી આ વાત

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં એકબીજાને મળ્યા હતા. ન્યૂઝ એજન્સી પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇજેશન (SCO) શિખર સંમેલન પહેલા લીડર લૉન્ઝમાં બન્ને નેતાઓએ એકબીજાનું અભિવાદન કર્યું હતું. જો કે આ વાતની કોઇ અધિકૃત પૃષ્ઠી નથી થઇ. એજન્સીની ખબર મુજબ પીએમ મોદી અને નવાઝે એકબીજાને તેમના ખબર અંતર પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં નવાઝ શરીફે ઓપન હાર્ટ સર્જરી કરાવી હતી. અને તે સર્જરી પછી પીએમ મોદી અને નવાઝ શરીફની આ પહેલી મુલાકાત હતી. પીએમ મોદીએ નવાજ શરીફની માતા અંગે પણ ખબર અંતર પૂછ્યા હતા.

nawaz

ઉલ્લેખનીય છે કે 2015 પછી આ પહેલી મુલાકાત છે જેમાં બન્નેએ એકબીજા સાથે વાતચીત કરી હોય. વધુમાં બુધવારે વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે હજી સુધી બે વડાપ્રધાનને મળવાનું કોઇ શિડ્યૂઅલ નથી કરવામાં આવ્યું. આ પહેલા 2016માં થયેલા પઠાણકોટ અટેક પછી બન્ને દેશોનાં સંબંધો એટલા વણસ્યા છે કે તે લોકો એક બીજા સાથે કોઇ પણ પ્રકારની વાતચીત નથી કરવા ઇચ્છતા. અને આ પહેલા પણ આંતરાષ્ટ્રિય ફલક પર મળેલી બેઠકમાં તેમણે એકબીજાને ના દેખ્યા હોય તેવું જ વર્તન રાખ્યું છે. ત્યારે હાલ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ખૂબ જ તંગ છે ત્યારે આ મુલાકાત કેવા રંગ લાવશે તે જોવું પડશે.

English summary
Prime Minister Narendra Modi on Thursday evening greeted his Pakistani counterpart Nawaz Sharif at a cultural gala in Kazakhstans capital Astana, say sources.
Please Wait while comments are loading...