PM Modi Visit United Kingdom: PM નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રવાસમાં આજે કીર સ્ટારમર સાથે મુલાકાત કરશે
PM Modi Visit UK: આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરને મળશે. બંને નેતાઓ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે

PM Modi Visit United Kingdom: PM નરેન્દ્ર મોદી તેમના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં બુધવારે બ્રિટન પહોંચ્યા. PM મોદી લંડનની હોટલમાં પહોંચ્યા ત્યારે 'મોદી, મોદી', 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવી લોકોએ તેમનું સ્વાગત કર્યું. NRIએ પરંપરાગત પોશાક પહેરીને નાચગાન કરનાર તમામ કલાકારોનું PM મોદીનું અભિવાદન કર્યું. PM મોદીના આ પ્રવાસમાં ભારત અને બ્રિટન મુક્ત વેપાર કરાર (FTA) પર કરાર થવાની સંભાવના છે. આ સાથે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બશને તેવી આશા છે.
બંને દેશો વ્ચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી
PM મોદી બે દિવસની સત્તાવાર મુલાકાતે લંડન પહોંચ્યા છે. મુલાકાત પહેલા જાહેર કરાયેલા પોતાના નિવેદનમાં, PM મોદીએ કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે, જેમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું હતું કે, 'અમારો સહયોગ વેપાર, રોકાણ, ટેકનોલોજી, ઈનોવેશન, સંરક્ષણ, શિક્ષણ, રિસર્ચ, સસ્ટેનેબિલિટી, સ્વાસ્થ્ય અને જાહેર સંબંધો જેવા ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.'
PM મોદી બ્રિટિશ PM કીર સ્ટાર્મરને મળશે
આ મુલાકાત દરમિયાન PM મોદી બ્રિટિશ PM કીર સ્ટાર્મરને મળશે. બંને નેતાઓ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે, જેનો હેતુ બંને દેશોમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાન મોદી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળશે.
Landed in London.
— Narendra Modi (@narendramodi) July 23, 2025
This visit will go a long way in advancing the economic partnership between our nations. The focus will be on furthering prosperity, growth and boosting job creation for our people.
A strong India-UK friendship is essential for global progress. pic.twitter.com/HWoXAE9dyp
2014 પછી UKની ચોથી મુલાકાત
2014માં પદ સંભાળ્યા પછી PM મોદીની UKની આ ચોથી મુલાકાત છે. અગાઉ તેમણે 2015 અને 2018માં UKની મુલાકાત લીધી હતી અને 2021માં COP26 પરિષદમાં હાજરી આપવા માટે ગ્લાસગો પણ પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં PM મોદી અને UKના PM સ્ટાર્મર બે વખત મુલાકાત કરી ચૂક્યા છે. પ્રથમ રિયો ડી જાનેરો (G20 સમિટ) માં અને તાજેતરમાં જૂનમાં કેનેડામાં G7 પરિષદ દરમિયાન મુલાકાત કરી હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
